સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જામનગરમાં ફરી ભૂમાફીયાનો ત્રાસઃ રાવલસરની જગ્યા હડપવા મુદ્દે એસ.પી.ને રાવ

અગાઉ પણ લક્ષ્મી ફાર્મમાં ભૂમાફીયાઓએ જમીન હડવા કારસો રચ્યો'તોઃ મુંબઇ મહાજન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ ન્યાય માટે અરજી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: જામનગરમાં ફરી ભૂમાફીયાનો ત્રાસ સામે આવ્યો છે.  રાવલસરની જગ્યા હડપવા મુદ્દે જામનગર એસ.પી.ને રાવ કરવામાં આવી છે.

અગાઉ પણ લક્ષ્મી ફાર્મમાં ભૂમાફીયાઓએ જમીન હડપવા કારસો રચ્યો હતો. મુંબઇ મહાજન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ ન્યાય માટે અરજી કરી છે.

આ અંગે જામનગર ખાતે વડીલો પાર્જીત મલ્કત ધરાવતા અને મુંબઇમાં રહેતા લક્ષ્મીબેન યોગેશભાઇ શાહે એસ.પી. જામનગરને અરજી કરીને જણાવ્યું છે કે

રાવલસર તા. જી. જામનગર જે લક્ષ્મી ફાર્મના નામે ઓળખાય છે. તે (ભૂમાફીયા) દ્વારા ખોટા સ્ટેમ્પ પેપર તથા ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી અમોને વારંવા માનસીક ત્રાસ આપવામાં આવે છે. જુદા જુદા વ્યકિતઓ દ્વારા આવી રીતે ફરીયાદ તથા કોર્ટમાં દાવા કરાવે છે. ૧ નાગદાન જગમાલ ખીમાણી રે. ચંદ્રરીયા સ્કુલ સામે સરમત પાટીયા, આ વ્યકિત (ગઢવી) વરસમાં સાત થી આઠ વખત દૂબઇની યાત્રા કરે છે. જે અમોને જાણવામાં આવ્યું છે. આ વ્યકિત દ્વારા અમારી જમીન પચાવી  પાડવા માટે સતત સક્રિય રહે છે.

અવાર નવાર અમારી વાડીમાં રહેલ સીસી ટીવી કેમેરા તોડવાનું કૃત્ય કરેલ છે. અને એને ત્યાં દારૂ પીવા આવતા લોકોને અમારી વિરૂધ્ધ ચડાવી દારૂ પીવડાવી અમારી સાથે ઝઘડો કરવા મોકલાવેલ  આવેલ લોકોએ અમારી પ્રોપર્ટીને નુકશાન કર્યુ છે.

નામદાર કોર્ટમાં જામનગર દાવાઓ ચાલે છે. અલગ અલગ વ્યકિતના નામથી બીજા મળતીયાર લોકો મારફતે નોટીસ મોકલાવી તેનો કાનુની રીતે અમારા એડવોકેટ ગીરધરભાઇ વાઘેલાએ જવાબ આપતા ત્યારબાદ તેમાં કાંઇ ન થતાં અમારી વાડીના પાછળ રહેતા ભારાભાઇ ગઢવીએ અમારી સાથે ગાળા ગાળી કરી દારૂ પીયને ત્યારબાદ અમારા માણસો (વોચમેન) કાળુભાઇ ગઢવી પર થયેલી ફરીયાદ કરી અમોને કીધુ કે તમે લોકો અમને ર થી ૩ કરોડ રૂપિયા આપી દો. નહીતર આવુ બધુ ચાલુ રહેશે. અમોએ આપવાની ના પાડતા બીજા જ દિવવસે જામનગર કોર્ટમાં વકીલો મારફત દાવો દાખલ કરી આવ્યોઅ ને અમોને જણાવ્યું કે તમારી તથા તમારી જમીન પર કોર્ટમાં દાવો દાખલ કરાવેલ છે. જે ઉપર મુજબના ત્રણેય વ્યકિતઓ દ્વારા કરવામાં આવ્યુ઼ છે. આ ભુમાફીયા વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અંતમાં લક્ષ્મીબેન શાહે માંગણી કરી છે.

(12:17 pm IST)