સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ભાવનગર રેલ્વે કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા

ભાવનગર તા.૨૮: રેલવે કર્મચારીઓમાં પ્રામાણિકતા અને પારદર્શિતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિજિલન્સ અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની થીમ છે 'જાગૃત ભારત સમૃદ્ઘ ભારત'. સતર્કતા જાગરૂકતા સપ્તાહ અંતર્ગત, ભ્રષ્ટાચાર સામે લડવાની ઇચ્છા અને નિશ્યયને સામાન્ય જીવનમાં સમાવીને પ્રામાણિકતાને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકયો છે. ભાવનગર મંડળ ખાતે  વિજિલન્સ વિભાગ દ્વારા આ સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત, વિજિલન્સ જાગરૂકતા સપ્તાહના પહેલા દિવસે રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને મંડળ રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામી દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. મંડળ કાર્યાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતપોતાના સ્થાનેથી શપથ લીધા હતા.

આ સપ્તાહ દરમિયાન રેલવે કર્મચારિયો માટે નિબંધ લેખન અને સ્લોગન સ્પર્ધા યોજવામાં આવી છે.

(11:41 am IST)