સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

પૂ. ખાનુરામજીની ૬૯મી વરસી ઉત્સવ ઓનલાઇન ઉજવાશે

શુક્રવારથી ૩ દિવસ મંદિરના લાઇવ દર્શન : પ્રવચન-પલ્લવ કવ્વાલી તથા મ્યુઝીકલ કાર્યક્રમ

પોરબંદર, તા. ર૮ : સંત શિરોમણી પૂ. ખાનુરામ, પરમ પૂજય માતા સાધણીનું મંદિર, મેમણવાડા, પોરબંદરના ગાદીપતિ સંતશ્રી દાંદુરામજીએ પોરબંદર સિંધી સમાજના આગવાનો સાથે સલાહ માર્ગદર્શન તેમજ સાથ સહકાર સાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુ સાથે આ વખતે પોરબંદરમાં સંત શિરોમણી શ્રી ખાનુરામની ૬૯મી વરસી ઉત્સવ ત્રણ દિવસ તા. ૩૦થી તા. ૧ નવેમ્બર સુધી ઓનલાઇન ઉજવવામાં આવશે.

શહેરમાં દર વર્ષે મેમણવાડા ખાતેઆવેલ સંતશ્રી ખાનુરામજી, પૂજય માતા સાધણીજીના મંદિરે સંતશ્રી ખાનુરામ સાહેબજીનું વરસી ઉત્સવ સાત-સાત દિવસ સુધી ધાર્મિક, સામાજીક તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે ઉજવવામાં આવે છે. જેમાં હજારો ભકતજનો સ્થાનિક તેમજ બહારગામના દર્શનાર્થીઓ વરસી ઉત્સવમાં ઉજવવાતા પ્રસંગોનો લાભ લે છે પણ આ વખતે કોરોના મહામારીના કારણે સર્વેની સલામતી માટે સંતશ્રી ખાનુરામ સાહેબની વરસી ઉત્સવ ત્રણ દિવસ ઓનલાઇન ઉજવાશે. જેમાં બહારગામના ભકતજનોને પોરબંદર આવાનું નથી.

બધા કાર્યક્રમો લાઇવ ટેલીકાસ્ટ હોવાથી સહુ પોત પોતાના શહેર ઘરમાં સંતશ્રી ખાનુરામ સાહેબના વરસી ઉત્સવનો લાઇવ પ્રોગ્રામ સાથે મંદિરના લાઇવ દર્શનનો લાભ લેવા જણાવાયું છે.  તા. ૩૦ના શુક્રવારે રાત્રે ૧૦-૦૦ કલાકે રાજકોટના મશહુર કલાકાર કાસમ કવાલનો ઓનલાઇન લાઇવ પ્રોગ્રામ ટેલીકાસ્ટ કરવામાં આવશે.

બધા જ પ્રોગ્રામ XUTUBE તેમજ ફેસબુકની આઇડી 'સંત ખાનુરામ સાહેબ થલ્હી' પોબંદર પર ઓનલાઇન ટેલીકાસ્ટ થશે.

તા. ૩૧ના શનિવારે રાત્રે ૧૦-૦૦ કલાકેથી જામનગરની જય જુલેલાલ મ્યુઝીકલ પાર્ટીના પિન્ટુ જાંગીવાણી પોતાના સાથી કલાકારો સાથે ઓનલાઇન લાઇવ પ્રોગ્રામ રજુ કરશે. તેમજ તા. ૧-૧૧-ર૦ર૦ રવિારના છેલ્લા દિવસે સાંજે ૬-૦૦થી ૭-૦૦ વાગ્યા સુધી સહુ જ્ઞાતિજનો ભકતજનો પોત પોતાના શહેર ઘરે જ સંતશ્રી ખાનુરામ સાહેબની ૬૯મી વરસી ઉત્સવ ઉજવવા મંદિર થલ્હીના ગાદીપતિ સંતશ્રી દાંદુરામજી, સર્વે સિંધી પરિવારોને અપીલ કરી છે. તેમજ તા. ૧ નવેમ્બર સાંજે ૭-૦૦થી ૭-૩૦ વાગ્યા સુધી સ્થાનિક તેમજ બહારગામના સર્વે ભકતજોને મંદિરના દર્શન ઓનલાઇન કરવામાં આવશે અને મંદિર થલ્હીના ગાદીપતિ સંતશ્રી દાંદુરામ સાહેબજી વરસી ઉત્સવ પ્રસંગે ઓનલાઇન પ્રવચન સાથે પલ્લવ આશિર્વાદ પાઠવશે. તેમજ તા. ૧ નવેમ્બરના રવિવારે રાત્રે ૮-૦૦ કલાકેથી રાજકોટના યુવા સીગર રાજા વનવાણીનો ઓનલાઇન ધમાકેદાર પ્રોગ્રામ રજુ થશે.

મંદિર થલ્હીના ગાદીપતિશ્રી દાંદુરામજીએ બહારગામના સર્વે ભકતજનોને અપીલ કરી છે કે બહારગામથી કોઇપણ ભકતજનને પોરબંદર આવવાનું નથી. સહુ ભકતજન દરેક લાઇવ પ્રોગ્રામો ઘરબેઠા માણે માત્ર ઓનલાઇન પ્રોગ્રામો જ હોવાથી આ વખતે મંદિરે કોઇ પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ નથી. વરસી ઉત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે મુલચંદભાઇ નવલાણી, સતિષ નવલાણી, રાજા નવલાણી, સુનિલ નવલાણી સહિત સંઘી સમાજના આગેવાનો તેમજ સેવાદારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:38 am IST)