સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

સોમનાથ ટ્રસ્ટના મંદિરો ગેસ્ટહાઉસ હોસ્પીટાલીટી સ્ટાફને તાલીમ અપાઇ

ગુજરાત ટુરીઝમ દ્વારા કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીની ગાઇડલાઇન્સ અંતર્ગત

વેરાવળ સોમનાથ તા.૨૮ : કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી બાદ અનલોક-પ હાલ શરૂ છે ત્યારે યાત્રાધામો તેમજ ટુરીસ્ટ પ્લેસોમાં સરકારશ્રીની ગાઇડલાઇન્સના ચુસ્ત અમલ સાથે મંદિરો તેમજ રહેઠાણ ભોજન સહિત વ્યવસ્થા શરૂ કરાઇ છે ત્યારે લોકો બહાર નિકળતા થયા છે. આવી પરિસ્થિતિમાં આવનાર યાત્રીકોને કઇ રીતે સલામત રાખી શકાય અને સાથે સાથે પોતાને આ સંક્રમણથી કેમ સુરક્ષીત રાખી શકાય, સાથે જ કોરોના જાગૃતિ, સોફટ સ્કીલ, હોસ્પિટાલીટી, કીચન સર્વિસ સહિતની તાલીમ સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા કેન્દ્ર (ટીએફસી) ખાતે બે શેસનમાં અપાઇ હતી.

જેમા સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો અતિથીગૃહોમાં કામ કરતા કલેરીકલ તેમજ હોસ્પિટાલીટી સ્ટાફને ગુજરાત ટુરીઝમના ડો.આદિત્ય યાજ્ઞિક અને ડો.હિમાંશુ તોમરએ તાલીમ આપી હતી.

તાલીમાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરેલ જેમા ટ્રસ્ટના જનરલ મેનેજર ઉપસ્થિત  રહ્યા હતા.(

(11:37 am IST)