સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

કાંગશીયાળીની વાડીમાં જુગાર રમતા પાંચ પકડાયાઃ શાપર-વેરાવળ પોલીસનો દરોડો

હરદેવસિંહ જુગાર રમાડતો'તોઃ ૧.રપ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ર૮ : કાંગશીયાળી ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર શાપર-વેરાવળ પોલીસે રેઇડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ૧.રપ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ કાંગશીયાળી ગામની સીમમાં હરદેવસિંહ ઉર્ફે હકુભા ગુલાબસિંહ જાડેજાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહીલ તથા સ્ટો રેઇડ કરી જુગાર રમતા હરદેવસિંહ ઉર્ફે હકુભા રામદેવસિંહ ઉર્ફે રામભાઇ લક્ષ્મણસિંહ  જાડેજા રે. બન્ને કાંગશીયાળી, કમલેશ છગનભાઇ ગોસાઇ આસ્થા ગ્રીન સીટી બી-ર૦૧ કાંગશીયાળી, રાજુ વલીભાઇ સોરા રે. ખોડીયાનગર શેરી નં. ૧/૬ નો ખુણો રાજકોટ તથા ભરતઉર્ફે ચાવડા માધવજીભાઇ વારસુર રે. વિજયનગર-૯ નવા થોરાળા રાજકોટને રોકડા રૂ. રપ,રપ૦, મોબાઇલ તથા ત્રણ બાઇક મળી કુલ ૧.ર૬ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:28 am IST)