સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

પડધરી પાસે રૂરલ પ્રાંત-પોલીસ દ્વારા ર૧ લાખની કિંમતના ૩પપ૦ બોટલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર

રાજકોટઃ પડધરી પાસે ગઇકાલે રૂરલ પ્રાંત શ્રી દેસાઇના સુપરવીઝન હેઠળ પોલીસ તંત્રે બ્રીજ નજીક અગાઉ ઝડપી લેવાયેલા ર૧ લાખની કિંમતના ૩પપ૦ બોટલ વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું  હતું. અલગ અલગ બ્રાન્ડની બોટલો રાખી પ્રાંત દ્વારા કાર્યવાહી કરાઇ હતી. કુલ ૧૬ ગુન્હામાં પકડાયેલ. આ બોટલો હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:00 pm IST)