સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ભચાઉના લાખાપરમાં ગુમ થયેલી 7 વર્ષિય બાળકીનો મળ્યો મૃતદેહ

પોતાના ઘર નજીક આવેલા એક બંધ મકાનના રસોડામાંથી મૃત હાલતમાં મળી

ભચાઉ : તાલુકાના લાખાપર ગામે  ગુમ થયેલી 7 વર્ષીય માસુમ બાળકીની લાસ મળી છે. 7 વર્ષીય બાળકીનો પરિવાર મીઠુ પકવવાનુ કામ કરે છે. હાલ સીઝન ન હોવાથી લાખાપર ગામે જ આખો પરિવાર રહેતો હતો, દરમ્યાન ગઇકાલે બપોરે હતભાગી બાળકી પોતાના ઘરથી માત્ર 50 મીટર દુર તેમના કુટુંબીને ત્યા પાણીની પુછા કરવા માટે ગઈ હતી. પરંતુ ત્યાર બાદ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બાળકી પરત ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી. ગામમાં એક જ સમાજની વસ્તી હોવાથી આખુ ગામ બાળકીની શોધખોળમાં જોતરાયું હતું. પરંતુ બાળકી મળી ન હતી. સોસીયલ મિડીયામાં પણ મેસેજ વાયરલ કરીને બાળકીની શોધખોળ માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા. તે પણ નિષ્ફળ નિવળ્યા હતા. દરમિયાન આજે બાળકી પોતાના ઘર નજીક આવેલા એક બંધ મકાનના રસોડામાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ગામના 40 લોકોએ દોઢસો લોકોની વસ્તી ધરાવતા ગામના દેરક ઘર અને પાણીના ટાંકામાં બાળકીનુ સર્ચ કર્યુ હતુ. પરંતુ તે મળી ન હતી.
આ મામલે પોલીસને જાણ કરાતા ગુમનોંધ પણ નોંધાઈ હતી. અને પોલીસે પણ બાળકીની શોધખોળ આદરી હતી. દરમિયાન આજે હતભાગી બાળકીના ઘરની બાજુમાં જ આવેલા બંધ ઘરના રસોડામાંથી બાળકીની લાશ મળી આવી હતી. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(9:50 pm IST)