સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th September 2021

મોરબીના સિરામિક એકમમાંથી પેબલ(પથ્થર)ની કરવામાં આવતી ચોરી

ભડિયાદ ગામ પાસેથી ત્રણ શખ્શોની ટોળકી ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થરના બાચકા સાથે ઝડપી પાડી

મોરબી તાલુકાના ભડિયાદ ગામ પાસેથી ત્રણ શખ્શોની ટોળકી ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થરના બાચકા સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદશન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાણીયાની સુચનાથી પોલીસ સ્ટાફના અજીતસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે મોરબી તાલુકાના બે ઇસમો એક સીડી ડીલક્ષ મોટર સાઈકલ જીજે ૦૩ કેએસ ૧૭૫૮માં પેબલ પથ્થરની ચોરી કરી વેચવા સગેવગે કરવા જવાની પેરવી કરી ભડિયાદ કાંટા પાસેથી નીકળનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવાતા બે ઇસમો ચેતનભાઈ અગરસંગભાઈ કોઠારિયા અને મહેશભાઈ વિનુભાઈ તાવીયા મોટર સાઈકલમાં ચાર બાચકામાં ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થર ભરી નીકળતા આ શખ્સોને રોકી પોલીસે પુછપરછ કરતા રફાળેસ્વર, ક્રાઉન સિરામિકમાંથી ચોરી કરી હોય અને આ સિવાયના બીજા ૨૭ બાચકા ભડિયાદ ગામે ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડીયા વાળાએ ભાડેથી રાખેલ મકાનમાં રાખેલ હોવાની કબુલાત આપતા ત્યાં તપાસ કરતા ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડિયા હાજર મળી આવેલ હોય તેમજ ગ્લેજના બોઈલમિલમાં વપરાતા પેબલ પથ્થરના બાચકા નંગ ૨૭ મળી આવતા ત્રણેય ઇસમો પાસેથી કુલ પેબલ પથ્થરના બાચકા નંગ-૩૧ કીમત રૂ.૬૦,૦૦૦ તથા હીરો હોન્ડા સીડી ડીલક્ષ જીજે ૦૩ કેએસ ૧૭૫૮ કીમત રૂ.૨૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮૦,૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તમામ મુદામાલ કબજે કરી આરોપ ચેતનભાઈ અગરસંગભાઈ કોઠારિયા રહે-ક્રાઉન સિરામિક, મહેશભાઈ વિનુભાઈ તાવીયા રહે-ભડિયાદ અને ભાવેશભાઈ ચતુરભાઈ ઝાપડિયા રહે-ભડિયાદ એમ ત્રણેયની અટક કરી ધોરણસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ વી જી જેઠવા, સુરેશભાઈ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઈ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા અને રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.

(1:03 am IST)