સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

સાવરકુંડલામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ સંપન્ન

સાવરકુંડલાઃ ગુજરાત સરકારશ્રી દવારા સાત પગલા ખેડુત કલ્યાણના યોજના અંતર્ગત ફળ, ફુલ, શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી, સિમાંત ખેડુતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સ થી શુભારંભ કરવાનો કાર્યક્રમ આજ તા.૨૬-૯-૨૦૨૦ના રોજ જીલ્લાના ત્રણ તાલુકાનુ કલસ્ટર બનાવીને જે.વી.મોદી હાઇસ્કુલમાં સાવરકુંડલા મુકામે યોજાયો. જેમાં પૂર્વ કૃષીમંત્રી વિ.વિ.વઘાસીયા તેમજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિ૫કભાઇ માલાણી, સાવરકુંડલા તાલુકાભાજ૫ પ્રમુખ જયસુખભાઇ સાવલીયા, પુર્વ પ્રમુખ પુનાભાઇ ગજેરા, લીલીયા તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી ભનુભાઇ ડાભી, લીલીયા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી હપાણીભાઇ, સાવરકુંડલા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી ભનુભાઇ મોર, શહેર ભાજ૫ મહામંત્રીશ્રી એ.બી.યાદવ, તેમજ શ્રી ડી.કે.૫ટેલ, લલીતભાઇ બાળદ્યા, કિશોરભાઇ બુહા, વિજયભાઇ ગજેરા .સતીષ મહેતા.સહીત કાર્યકર્તાઓ અને ફળ, ફુલ અને શાકભાજી વેચાણકારો, ખેડુતો, અને ખેતમજુરોઙ્ગ હાજર રહયા. તેમજ વહીવટી તંત્રના સ્ટાફ ગણ ૫ણ હાજર રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(12:55 pm IST)