સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

દ્વારકામાં શ્રાવણ બાદ પુરૂષોતમ મહિનામાં પણ મંદીઃ ભાગવત સપ્તાહના ૪૦ આયોજનો કોરોનાના કારણે રદ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૮ :.. દ્વારકા યાત્રાધામમાં આવેલ હોટેલ ઉદ્યોગ ત્થા મંદિર ઉપર રોજી-રોટી મેળવતા વેપારી વર્ગ, પંડા વર્ગ, ત્થા બ્રાહ્મણ પરિવારોમાં આજે પણ આર્થિક સંકટના વાદળો ઘેરાયેલા છે છેલ્લા માસમાં દ્વારકા વાસીઓને બેંકોના ઇ. એમ. આઇ. તો ઠીક પરંતુ પરિવારોમાં ખુબ જ નિરાશા છે.

માત્રને માત્ર યાત્રાધામ ઉપર નિર્ભર દ્વારકાની ધર્મનગરીમાં શ્રાવણ માસમાં પણ યાત્રીકોનો ટ્રાફીક નહિવતર રહો હતો પરંતુ ચાલુ માસના હિન્દુ ધર્મના પવિત્ર પુરૂષોતમનો મહિમાં ચાલી રહો છે કહેવાય છે કે પુરૂષોતમ એટલે દાન ધર્મ, પુજા માટે પવિત્ર માસ ઉતમ કહેવાય છે.

ખાસ કરીને ચાલુ માસના પુરૂતોષમમાં દ્વારકા ખાતે દેશ-વિદેશથી ૪૦ જેટલી ભાગવત સપ્તાહના કાર્યક્રમો દ્વારકાની ધર્મનગરની ભૂમિ ઉપર થવાના હતા જેના બુકીંગ કથાકારોથી લઇને નિવાસ ગૃહો સુધી તો ઠીક પરંતુ દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજી આહોરણા અને મનોરથ ના પણ ભાવિક ભકતોએ કરાવેલ હતા તે તમામ બુકીંગ કેન્સલ થઇ ગયા હતાં જેના કારણો આજે દ્વારકા યાત્રાધામમાં મંદિ સાથે ખાલીખમ જોવા મળે છે.

આવા સંજોગોમાં હવે જો દ્વારકાને ફરીથી ધમધમતુ કરવુ હોય તો વહેલામાં વહેલી તકે રેલ સેવા જલ્દીથી શરૂ કરવામાં આવે તો યાત્રીકો દ્વારકા સુધી આવી શકે તેમ છે. લોકડાઉન પહેલા દ્વારકાને ચારધામ અને સાત પુરા વચ્ચે સાંકળતી રેલ્વે સેવા ઉપલબ્ધ હતી તે પુનઃ શરૂ થાય તો યાત્રાધામ ઉપર થી આર્થિક સંકટ દુર થઇ શકે તેમ છે.

(11:51 am IST)