સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

ગોંડલ SRPના ૮ જવાનને કોરોના

ગોંડલ,તા. ૨૮:એસ.આર.પી ગ્રુપ ૮,ગોંડલ ના પરેડ ગ્રાઉન્ડ ઉપર સેનાપતિ  ડોકટર જે એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ  જૂથ-૮ અને જૂથ- ૨૧ના અધિકારી-કર્મચારીઓ નો રેપીડ કોરોના ટેસ્ટ માટેનું આયોજન કરવામાં આવેલ જેમાં ટી.એચ.ઓ શ્રી ગોહિલ અને અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર દેવાંગી પટેલ અને તેમની ટીમ દ્વારા જૂથ ૨૧ના ૧૧૫ અને જૂથ ૮ના ૨૪૪(44 urbn health center) અધિકારી /કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં જૂથ ૨૧ના ૩ અને જૂથ ૮ ના ૬ પોઝિટિવ રિપોર્ટ આવેલ હતા .તેઓને વધુ સારવાર માટે કોવિડ હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિટલ ,ગોંડલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી વાય એસપી પી.વી.ચૌધરી અને ડીવાય એસપી  એમ.ડી. પરમારએ જહેમત ઉઠાવેલ હતી.

(11:30 am IST)