બરવાળા નગરપાલિકામાં ભાજપમાં ભડકો :પ્રમુખના મેન્ડેડનો ખુલો વિરોધ : બળવો કરી પ્રમુખપદે જીત્યા
24 માંથી 23 સભ્યો બીજેપી છતાં જુથવાદનો ભોરિંગ
બરવાળા નગરપાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણીમાં ભાજપમાં ભડકો થયો છે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ પ્રમુખના મેન્ડેડ નો સભ્યો દ્વારા જ વિરોધ કરાયો હતો સભ્યોના વિરોધ બાદ નવા પ્રમુખના નામનું ફોર્મ ભરીને ચૂંટણી યોજાઈ હતી.
ભાજપના મેન્ડેડ મુજબ કમલેશભાઈ રાઠોડ પ્રમુખ તરીકે અને રાજુભાઇ લક્ષમણભાઈ જાદવના નામ હતા સભ્યો દ્વારા કમલેશભાઈ રાઠોડ નો વિરોધ કરતા બળવંતસિંહ મોરી દ્વારા પ્રમુખ તરીકે દાવેદારી કરાઈ હતી કુલ 24 માંથી 23 સભ્યો ભાજપ ના હોય છતાં ભાજપનો જૂથવાદ બહાર આવ્યો હતો
પક્ષ વિરુદ્ધ ચૂંટણી ની કામગીરી સભ્યો દ્વારા કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ને પણ અંદર રૂમ માં જતા અટકાવતા પોલીસ સાથે થઈ ધકામૂકી...
પક્ષ વિરુદ્ધ કરેલ કામગીરીમાં પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ પગલાં લેવાશે તેમ જિલ્લા ભાજપએનિવેદનકર્યું હતું
ચાલુ ભાજપ ના પ્રમુખ તેમજ અન્ય એક સભ્ય દ્વારા તટસ્થ રહી કોઈ ને પણ ન મત ન આપ્યો વિવાદ વચ્ચે થયેલ મતદાન બાદ પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ જાદવ ના નામની કરાઈ જાહેરાત