News of Wednesday, 28th July 2021
ધ્રોલ પંથકમાં પતિના હાથે પત્નિની હત્યા
ગળે ટુપો દઇ હત્યા નિપજાવાઇ: મૃતકના ભાઇએ બનેવી સામે નોંધાવી ફરિયાદ
ધ્રોલ: ધ્રોલથી 30 કિ.મી. દુર આવેલ વિસામણ ગામમાં મનસુખભાઇ ભંડેરીની વાડીમાં ગઇકાલ તા.27-7-2021ના રોજ કેરૂભાઇ ભંગડાભાઇ ડાવર (જાતે આદીવાસી -ભીલ, રહેલ હાલ-ડાંગરા ગામની વાડી, મુળ: ઉબ્લાદ ગામ- અલીરાજપુર)એ પોતાની પત્નિ જમકુબેન (ઉવ.24)ને કોઇપણ કારણોસર ગળેટુંપો આપી હત્યા નિપજાવ્યાની ફરિયાદ મૃતકના ભાઇ રાજુભાઇ વેસ્તાભાઇ ભીંડેએ પોલીસમાં નોંધાવી છે.
આ અંગે પોલીસે વિધિવત ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે, આ કેસની વધુ તપાસ ધ્રોલ પો.સ્ટે.ના સબ ઇન્સ. એમ.એન. જાડેજા ચલાવી રહ્યા છે.
(7:58 pm IST)