સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

સલાયામાં એસ.પી.સહિતની આગેવાનીમાં ચેકીંગઃ મોટી ઉથલપાથલના એંધાણ

બેથી ત્રણ શખ્સોની પુછપરછ શરૂ કરાઇ હોવાની ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ : સલાયા મુકામે બે દિવસ પૂર્વ એસ.પી. સહિતની અધિકારીની સાથે એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી ટીમ દોડી ગઇ હતી બિનસત્તાવાર મળતી માહિતી મુજબ બે દિવસ પૂર્વ મોડી સાંજથી વહેલી સવાર સુધી એસ.પી. સહિતના અધિકારીઓ કેટલીક ચોકકસ બાતમીના આધારે દોડી ગયા હતા દરિયામાં પણ પેટ્રોલીંગ કર્યું હતું કલાકો સુધી હાલ તાબડતોબ સલાયા ચાર રસ્તા નજીક ચુસ્ત બંદોબસ્ત સાથે ચેક પોસ્ટ ઉભી કરાઇ સલાયામાં અંત્યત ગ્રુપ રીતે મોટી ઉથલ પાથલ થાય તો નવાઇ નહી તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પ્રકરણે બે-ત્રણ શખ્સોની પુછપરછ પણ પોલીસે શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

(3:59 pm IST)