સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

જૂનાગઢની ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ફ્રી કેમ્પનો લાભ લેતા દર્દીઓ

 જૂનાગઢ : જોષીપરાના ખલીલપુર રોડ પર જીનિયસ સ્કુલની બાજુમાં આવેલ ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઓથોપેડીક સર્જન ડો. પ્રતિક ટાંક અને ફિઝયોથેરાપીસ્ટ ડો. ઉષા એચ. ચોવટીયાએ દર્દીઓની તપાસણી વિનામૂલ્યે કરી અને જરૂરીયાત મુજબ દવાઓ લેવા અને કસરત કરવા માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપરોકત તસ્વીરમાં આ કેમ્પનું દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા ડો.ડી.પી.ચિખલીયા સાથે ડો. રાહુલ મહેતા, ડો. પ્રતિક ટાંક, ડો. ઉષા ચોવટીયા તેમજ દર્દીઓની નોંધણી કરતા હોસ્પિટલના રમણીકભાઇ દવે અને વ્યવસ્થા જાળવતા યોગેશભાઇ મહેતા તેમજ દર્દીઓની તપાસણી કરી દવા લખી આપતા ડો. પ્રતિક ટાંક તેમજ આ કેમ્પનો લાભ લેતા દર્દીઓ નજરે પડે છે. આ કેમ્પમાં ૬૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:59 pm IST)