સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

વેરાવળનાં કુકરાશમાં દિપડીના બચ્ચા સાથે સેલ્ફી લેનાર યુવકની ધરપકડ

કુકરાશ ગામે દીપડીના બચ્ચા સાથે  સેલ્ફી લેતા યુવકની અટકાયત કરેલ તેની (તસ્વીરઃ દીપક કક્કડઃ વેરાવળ)

વેરાવળ, તા.૨૮: વેરાવળ તાલુકાના કુકરાશ ગામે ત્રણ વર્ષ પહેલા એક યુવાને ખેતરમાં આવેલી દીપડીના બચ્ચા સાથે ફોટો પાડેલ હતો તે ફોટો સોશ્યલ મીડીયામાં મુકતા વનતંત્ર એ તેની અટકાયત કરેલ હતી. વેરાવળ તાલુકાના કુકરાશ ગામે રહેતા પિયુષ ઉ.૩પ ના યુવાને ત્રણેક વર્ષ પહેલા ખેતર માં દીપડી આવી ગયેલ હોય તેના બચ્ચા ત્યાં ખેતર માં રમતા હોય તેથી પિયુષ ઉ.૩પ નામના યુવાને દીપડી બચ્ચું હાથ માં લઈ તેનો ફોટો પાડેલ હતો આ ફોટો તા.ર૬ના રોજ સોશ્યલ મીડીયામાં વાઈરલ કરતા વનતંત્રની ટીમે તેની ધરપકડ કરેલ હતી વનવિભાગ દ્રારા વન્યજીવોના કાયદા પ્રમાણે તેની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવેલ હતું.

(12:55 pm IST)