સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

ભારે પવન-વરસાદથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૮૧પ વીજ પોલ ક્ષતિગ્રસ્‍ત : કુલ ૨૦૫ ફિડરો બંધ

પીજીવીસીએલ દ્વારા છેલ્લા ૪૮ કલાકથી યુધ્‍ધના ધોરણે વીજ પુરવઠો પુર્વવત કરવા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૮: છેલ્લા ૪૮ કલાકમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદ પડયો છે ત્‍યારે પીજીવીસીએલને પણ નુકશાન વેઠવું પડયું છે. વીજ તંત્રની ટીમ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જીલ્લાઓ તાલુકાઓમાં સતત દોડતી રહી હતી.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવન અને વરસાદના કારણે ૮૧૫ જેટલા વીજ પોલ ક્ષતીગ્રસ્‍ત બન્‍યા છે. જો કે કોઇ જાનમાલનું નુકશાન નથી. ઉપરાંત વરસાદના કારણે ૨૧ જેટલા ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં રાજકોટ ગ્રામ્‍યના ૩, મોરબીના ૫ અને સુરેન્‍દ્રનગરના ૧૩ જેટલા ગામોમાં વિજળી ગુલ થઇ હતી. જો કે પીજીવીસીએલ દ્વારા આ ગામોમાં લાઇટ પુર્વવત કરવા કવાયત હાથ ધરાયેલ. ઉપરાંત વાવણીની મોસમ શરૂ થઇ ગઇ છે ત્‍યારે ર૦૪ જેટલા ખેતીના ફીડરો પણ બંધ થતા તે તાબડતોબ શરૂ કરવા તંત્ર દ્વારા ટીમો દોડાવામાં આવી હતી. આમ છેલ્લા ૪૮ કલાકથી પીજવીસીએલ દ્વારા રાઉન્‍ડ ધ કલોક સમારકામ કરવામાં આવી રહયું છે.

(11:30 am IST)