સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th June 2019

વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત બોટાદ પોલિસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ

આટકોટ તા.૨૮: ભાવનગર રેન્જના વડા શ્રી અશોક કુમારસાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓના માગદર્શન હેઠળ બોટાદ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની દેખરેખ હેઠળ બોટાદ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 26th JUNE INTERANATIONAL DAY AGAINST DRUGS ABUSE AND ILLICIT TRAFFICKING (વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ) અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમા બોટાદ ખાતે કવિ.શ્રી.બોટાદકર કોલેજના સભાખંડમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાનાઓના નેતૃત્વ હેઠળ એસ.ઓ.જી. શાખા બોટાદ તરફથી શ્રી એચ.આર.ગોસ્વામી ઇન્ચાર્જ પો.ઇન્સ એસ.ઓ.જી. શાખા બોટાદનાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા કોલેજના પ્રિન્સીપાલ શ્રી અનિરૂધ્ધસિંહ મકવાણા તથા અન્ય પ્રાધ્યાપક, સ્ટાફ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાનાઓને વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ સબબ કાર્યક્રમને અનુલક્ષીને માહિતી પુરી પાડી ઉદ્દબોધન કરેલ અને આજથી યુવા પેઢીઓ જે આવા નશીલા પદાર્થોથી પોતાના જીવન તેમજ પરીવારને કેવી રીતે નુકસાન થાય છે અને આજની યુવા પેઢી વ્યસન મુકત રહે અને આવા વ્યસનોથી કેવી રીતે દુર રહેવું જે અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ અનુસંધાને કવિ શ્રી બોટાદકર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વકતવ્યો પણ રજુ કરવામાં આવેલ અને આ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નીમીતે જેમણે વકતવ્યો રજુ કરેલ તે વિદ્યાર્થીઓને પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તરફથી પ્રશંસાપત્રો આપી તેઓએ આપેલ વકતવ્યોને બિરદાવવામાં આવેલ છે.

(11:33 am IST)