સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

મોરબીની શ્રમ અને રોજગાર કચેરીએ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

મોરબી, તા. ર૮ : ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ગુજરાત માંગે રોજગાર કેમ્‍પેઈન અંતર્ગત યુથ કોંગ્રેસ મોરબી દ્વારા શ્રમ અને રોજગાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું

ગુજરાત માંગે રોજગાર અભિયાન અંતર્ગત મોરબીમાં યુથ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ મોરબીની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો હતો રોજગાર કયાં છે ? પ્રશ્‍ન પૂછીને શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરાયો હતો અને રોજગારી મુદે વિરોધ પ્રદર્શન કરાયું હતું મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્‍પેશ કોઠિયાના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન કરાયું હતું.

(1:04 pm IST)