સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

દોલતી ગામનો ભાગેડૂ આરોપી ઝડપાયો

 

અમરેલી : પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાયબ પોલીસ અધિક્ષક કે. જે. ચૌધરીએ સાવરકુંડલા રૂરલ પો. સ્‍ટે. એ પાર્ટ ગુ. નં. ર૮૭/રર ઇ. પી. કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્‍હાના કામના આરોપી તથા ભોગ બનનાર ને શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે સાવરકુંડલા રૂરલ પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. એન. એ. વાઘેલા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમના પીસી વરજાંગભાઇ રામભાઇ તથા પીસી મનુભાઇ રામભાઇ તથા પીસી મેહુલભાઇ ભોજુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફે ટેકનીકલ તેમજ હયુમન સોર્સ દ્વારા કોડીનાર તાલુકા  ના સિંધાજ ગામેથી શોધી કાઢેલ અને આ ગુન્‍હાની તપાસ સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ધારીનાએ કરતા હોય તેઓને પકડાયેલ આરોપી ભુપતભાઇ ઉર્ફે ભોપો ભનુભાઇ પીલુડીયા (ઉ.વ.ર૦) ધંધો મજૂરી રહે. દોલતી, તા. સાવરકુંડલા સોંપેલ છે.  આ કામગીરી પો. સબ. ઇન્‍સ. એન. એ. વાઘેલા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમના પીસી વરજાંગભાઇ રામભાઇ તથા પીસી મનુભાઇ રામભાઇ તથા પીસી મેહુલભાઇ ભોજુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:01 pm IST)