સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

સોલડી ગામે બે લાખની ઘરફોડી તિજોરીમાં પડેલ ૧૫ તોલા દાગીના, રોકડ સાફ

વઢવાણ, તા.૨૮: ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્‍કરો ફરાર બન્‍યા છે.

હમીરભાઈ મેરાભાઈ ગોલતર  ભરવાડ ઉં.વ.૫૫ ધંધો પશુપાલન રહે.સોલડી રામાપીરના મંદીર પાસેના   ઘરમાં રૂમનો દરવાજો ખોલી તીજોરી માંથી સોનાની ત્રણ તોલાની મોટી બુટ્ટી નંગ-૪, સોનાની અડધા તોલાની નાની બુટ્ટી નંગ-૨, હાથનું સોનાનુ બે તોલાનું લોકેટ નંગ-૧, ગળામાં પહેરવાનો સોનાનો ત્રણ તોલાનો પાટી પારો નંગ-૧, સોનાની એક તોલાની વીંટી નંગ-૨, કાનમાં પહેરવાના સોનાના ત્રણ તોલાના કોકરવા નંગ-૨, કાનમાં પહેરવાની સોનાની અડધા તોલાની પોખાની નંગ-૧, સોનાનુ ઓમ (બે ગ્રામ) નંગ-૨, સોનાના નાકના દાણા નંગ-૩, હાથમાં પહેરવાના ચાંદીના કાતરીયા નવસો ગ્રામના નંગ-૪, હાથમાં પહેરવાનો ચાંદીનો સો ગ્રામનો પટ્ટો નંગ-૧, પગના ચાંદીના છસો ગ્રામના સળા નંગ-૪, પગના ચાંદીના દશ ગ્રામના તોળા નંગ-૨, ચાંદીની વીસ ગ્રામની જાંજરી નંગ-૨, ચાંદીની દશ ગ્રામની બંગડી નંગ-૪, ચાંદીના દશ ગ્રામના નજરીયા નંગ-૨, મળી કુલ રૂપીયા ૧,૬૧,૦૦૦/- તથા તિજોરી માંથી રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- જે મળીᅠ કુલ રૂા.૧,૯૧,૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબત તપાસ પો.ઇન્‍સ.  ટી.બી.હિરાણી કરે છે.

આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્‍યારે ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઈ છે આજુબાજુના સીસીટીવી તેમજ અન્‍ય અન્‍ય બાબતે તપાસ હાથ ધરી છે

(11:46 am IST)