સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

સુરેન્‍દ્રનગરમાં ૬૦ નકલી ચલણી નોટો સાથે ચાર ઇસમો ઝડપાયા

વઢવાણ, તા.૨૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ડુપ્‍લીકેટ ચલણી નોટો ઝડપાઈ આવવાનો સિલસિલો યથાવત્‌ રહેવા પામ્‍યો છે તેવા સંજોગોમાં સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના બહુચર હોટલ નજીકથી શંકાસ્‍પદ ચાર ઈસમોની તલાસી લેવામાં આવતા તેમના કબજામાં રહેલી રૂપિયા ૫૦,૧૦૦,૨૦૦દ્ગક ડુપ્‍લીકેટ નોટો મળી આવી હતી તમામ ઇસમો છેલ્લા ૮ મહિનાથી વધુ સમયથી બજારમાં ડુપ્‍લીકેટ નોટો નો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્‍ફોટ થવા પામ્‍યો છે. હજુ પણ આરોપીઓ પાસે થી વધુ ડુપ્‍લીકેટ નોટો મળી આવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આરોપીઓના કોર્ટ માં રિમાન્‍ડ માંગવા ની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે.ત્‍યારે ૫૦ રૂપિયા ના ૩૬ અને ૧૦૦ રૂપિયા ની ૩૦ અને ૨૦૦ રૂપિયા ની ૬૦ ડુપ્‍લીકેટ નોટો સાથે ૪ ઈસમો ઝડપાયા છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

બહુચર હોટલ નજીક સી.યુ.શાહ બાલમંદિરની સામે શક્‍તિ ટ્રેડર્સ ગોડાઉન સામે રોડ ઉપર આરોપી (૧) શ્‍યામ અશોકભાઇ ઝાલા ત.કોળી ઉં.વ.૨૨ ધંધો જીટીપીએલમાં નોકરી રહે. ડોકટરશ્રી કમલેશ પરીખના દવાખાના સામે બહુચર હોટલ સામે સુરેન્‍દ્રનગર (૨) ધર્મેશ કરશનભાઇ મકવાણા ત.કોળી ઉં.વ.૨૨ ધંધો નોકરી રહે. જીનતાન ઉદ્યોગનગર, શાંતીનગર સનફલાવર સ્‍કુલ પાસે સુરેન્‍દ્રનગર (૩) પીયુસભાઇ રમણલાલ શાહ જૈન વાણીયા ઉં.વ.૪૦ ધંધો ટી.વી. ટેપ, રેડીયો રિપેરિંગની દુકાન રહે.વર્ધમાન નગર સોસાયટી રામકુટીર સામે સુરેન્‍દ્રનગરના આરોપીઓએ નોટ નંગ-૦૯ ખોટી હોવાનુ જાણવા છતા પોતાના કબ્‍જામાં રાખી પકડાય ગયેલ હોય અને આરોપી નંબર (૩) નાએ પોતે ખોટી નોટ હોવાનુ જાણતો હોવા છતા આરોપી (૧) ને આપી તથા આરોપી નંબર (૧) નાએ આરોપી નંબર (૨) ને આપી ભારતીય બનાવટની ખોટી ચલણી નોટની હેરાફેરી કરી તેમજ કબ્‍જામાં રાખી ગુનો કરવામાં પકડાઈ જઈ ગુન્‍હો કર્યા બાબત તપાસ પો.ઇન્‍સ. શ્રી એમ.ડી.ચૌધરી કરે છે.

(11:46 am IST)