સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

ઉનાના ધ્રુવ દિક્ષીતની વિશ્‍વ ગુજરાતી સમાજ યુથ વિંગના જિલ્લા કો-કન્‍વીનર તરીકે વરણી

(નવીન જોષી દ્વારા)ઉના, તા.૨૮: વિશ્‍વ ગુજરાતી સમાજ યુથ વિંગ ગીર સોમનાથ જિલ્લાના કો-કન્‍વીનર તરીકે ઉનાના ધ્રુવ રમેશભાઇ દિક્ષીતની વરણી કરવામાં આવી છે.વિશ્‍વના ૧૨૫થી વધારે દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્‍વ કરતી સંસ્‍થા જેના મુખ્‍ય સંવર્ધક તરીકે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સેવા આપેલ તે સંસ્‍થા વિશ્‍વ ગુજરાતી સમાજની યુવા સંગઠન-યુથ વિંગના ગીર સોમનાથ જિલ્લાના કો-કન્‍વીનર તરીકે વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરતાં ઉનાના યુવાન ધ્રુવ રમેશભાઇ દીક્ષિતની નિમણૂંક સંસ્‍થાના પ્રમુખ સી. કે. પટેલ અને વિશ્‍વ  ગુજરાતી સમાજના યુવા સંગઠન કન્‍વીનર પોરસ પટેલે કરતાં જિલ્લા અને ઉના તાલુકા બ્રહ્મ સમાજનું ગૌરવ વધ્‍યું છે.

(11:39 am IST)