સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th May 2020

મોટા મુંજયાસરના ઉપસરપંચને સસ્પેન્ડ કરતા અમરેલી ડી.ડી.ઓ

બગસરા, તા.૨૮: બગસરા તાલુકાના મોટામૂંજયાસર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવીને બેંક માંથી પૈસા ઉપાડવાના આરોપ સાબિત થતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી તેનું સભ્ય પદ પણ રદ કરી નાખવા માં આવ્યું

વિગતનુસાર બગસરા તાલુકાના મોટા મુંજયાસર ગ્રામપંચાયતના ઉપ સરપંચ દ્વારા મજૂરીના નામે વાઉચર રૂ. ૬૩૩૬ના ખોટા બનાવીને બેન્ક માંથી રૂપિયા ઉપાડી અનેઙ્ગ કોઈપણ પ્રકારની મજૂરી નથી ચૂકવાય હોઈ જેના વાઉચર ગ્રામ પંચાયત માં નાખ્યા હતા.જેના અનુસંધાનેઙ્ગ મોટા મુંજયાસરનાઙ્ગ મહિલાઙ્ગ સરપંચ કૈલાસબેન સતાસીયા દ્વારા લેખિત અરજી કરી ડી.ડી.ઓ ને ફરિયાદ કરતા ઉચ્ચ તપાસઙ્ગ આવેલ હતી તપાસ દરમ્યાન જેમના નામે વાઉચર ઉધારવામાં આવ્યા હતા તે લોકો દ્વારા વિડીયો પુરાવા દ્વારા આવા કોઇ નાણાં ન મળ્યા હોવાનું જણાવ્યું હતું જેથી તપાસ અધિકારી દ્વારા થયેલ તપાસ અંતર્ગત ઉપ સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવીને ઉચાપત થયા હોવાનું સાબિત થતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજ ઉપ સરપંચ નારણભાઇ બાવભાઈ વઘાસિયાને તેમના ઉપસરપંચના પદ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય પદે થી પણ સસ્પેન્ડ કરવા માં આવ્યા હતા.

પંચાયતના નાણાંની ઉચાપતની તપાસ દરમિયાન પણ ભારે રસાકસી સર્જાઈ હતી જેમાં ચાર મજૂરો પૈકી બે મજૂરોએ તલાટી કમ મંત્રીને ને તારીખ ૮ નવેમ્બર ના રોજ પૈસા ન મળ્યા હોવાનું નિવેદન આપ્યા બાદ બીજા દિવસે સોગંદનામા દ્વારા પૈસા મળ્યા હોવાનું જાહેર કર્યું હતું. જેથી ગ્રામજનોમાં પણ કૌતુક સર્જાયું હતું.

(12:00 pm IST)