સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગીર સોમનાથના માધવરાય મંદિરના મહંત ઋષિપુરી સામે મહિલા ઉપર દુષ્‍કર્મ આચર્યાની ફરિયાદ

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં માધવરાય મંદિરના મહંત ઋષિપુરી વિરુદ્ધ મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તેમણે બળજબરીપૂર્વક માધવરાય મંદિર અને અંબાજી ખાતે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. સાથે સાથે પીડિતાએ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ થતું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. રાજકીય વગ ધરાવતા લંપટ સાધુને બચાવવા નેતાઓ સક્રિય હોવાનું પણ આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. આ મામલે પીડિતાનું કહેવું છે કે 23મીના રોજ ફરિયાદ કરવામાં આવી છતાં હજી સુધી પોલીસે કોઈ પગલાં લીધાં નથી. બળાત્કારી આરામથી ફરી રહ્યો છે. પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે. પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી,. આ મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી છે.

પોલીસની ઢીલી નીતિ રીતિને કારણે આવા લોકો સમાજમાં ખુલ્લેઆમ ફરતાં રહે છે. આવા ગણ્યાંગાંઠ્યા લોકોને લીધએ સાધુ સમાજ બદનામ થાય છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે સાધુઓ જ આવા પાખંડીઓને પોતાની જમાતમાંથી દૂર કરે.

(6:42 pm IST)