સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ભાવનગરના ચમારડીમાં ગૌચર જમીન મુદ્દે ધરણા પર બેસેલા અેક માલધારીનું મોત નિપજ્યા બાદ વધુ અેક માલધારીની તબિયત લથડી

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ચમારડીમાં ગૌચર જમીનના મુદ્દે ઉપવાસ કરી રહેલ અેક માલધારીનું મોત નિપજ્યા બાદ વધુ અેક માલધારીની તબિયત લથડતા દોડધામ મચી ગઇ છે.

ભાવનગરના વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચરની જમીન મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગૌચર જમીન મામલે ધરણા પર બેસેલા માલધારીની તબિયત લથડી છે. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ પહેલા ઉપવાસ આંદોલન દરમિયાન એક માલધારીની તબીયત લથડતા તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હોબાળો મચી ગયો હતો. જેને પગલે પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઇ હતી.

ઉલ્લેખનિય છે કે વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચરની જમીન આપવા માટે સરકાર વિરૂદ્ધ છેલ્લા ઘણા દિવસથી માલધારીઓ ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ત્યારે આજે એક માલાધારીની તબિયત લથડી જતાં તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે. મહત્વનું છે કે આ માલધારીઓ કલેક્ટર કચેરી પાસે ઉપવાસ પર બેઠા છે.

(6:41 pm IST)