સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગોંડલમાં પૂ.ગુરૃણીશ્રી હીરાબાઈ મહાસતીજીની નિશ્રામાં વિવિધ ધર્મોત્સવ

રાજકોટ,તા.૨૮: ગોંડલ સંપ્રદાયનાં ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, એકાવતારી પૂ. આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મહારાજ સાહેબની ૧૯૭મી પૂણ્યતિથિ રોજ ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ, રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસનચંદ્રિકા બા.બ.પૂ.હીરાબાઈ મ.સેવા નિષ્ઠ બા.બ્ર.પૂ.ભદ્રાબાઈ મ., વિરલ પ્રજ્ઞા પૂ.બા.બ્ર. વીરમતીબાઈ મ.આદિ વિશાળ સાધુ- સાધ્વી સહ લગભગ ૨૦૦૦ ભાવિકોની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ રીતે ઉજવાઈ ગઈ

તા.૬ના પૂ.વીરમતીબાઈ મ.ની સુવર્ણ જયંતી ઉજવાઈ ત્યારબાદ શાસન ચંદ્રિકા બા.બ્ર.પૂ.હીરાબાઈ મ.ની પાવન નિશ્રામાં તા.૨૦ને રવિવારના રોજ પૂ.ગુરૃણીશ્રીના સુશિષ્યા, સ્વાધ્યાય પ્રેમી, આદર્શ અપ્રમત્ત યોગ સાધિકા, દામાણી કુલ દિપીકા બા.બ્ર.પૂ.નંદાબાઈ મહાસતીજી ૧૦મી સ્વર્ગારોહણ તિથી  ધર્મ આરાધના સાથે ઉજવાયેલ.

દામાણી પરિવાર સહ અનેક દાતાઓ તરફથી વ્યાખ્યાન પ્રભાવના કરાવમાં આવેલ આ પ્રસંગે ગોંડલના પાંચેય સંઘોની વિશાળ ઉપસ્થિતિ સહ પૂ.ગુરૃણીદેવના સંસારી સ્વજનો માતુશ્રી કંચનબેન દામાણી, શોભનાબેન દામાણી, હસમુખભાઈ, હંસાબેન, કમલેશભાઈ દામાણી આદિ સમગ્ર દામાણી પરિવાર આ પ્રસંગે ખાસ પધારેલ. આ અવસરે ગુરૃભકત લલિતભાઈ (લહેરીભાઈ) હીરાલાલ સંઘવી, અ.સૌ.ભારતીબેન એલ.સંઘાણી, બાબુભાઈ કાનજીભાઈ કુવાડીયા (શાહ), અ.સૌ.નીતાબેન બી.શાહે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કરેલ. બન્ને દંપતીઓનું શ્રી નવાગઢ સ્થા.જૈન સંઘ માતુશ્રી ગીરજાબેન જમનાદાસ દામાણી, માતુશ્રી કમળાબેન શામદાસ મહેતા પરિવાર તથા માતુશ્રી જયોત્સનાબેન ગોવિંદભાઈ દેસાઈ પરિવાર તરફથી બહુમાન કરવામાં આવેલ.

પૂ.ગુરૃણીશ્રીની પ્રેરણાથી પૂ.નંદાબાઈ મ.ની પુણ્યતિથી માટે કાયમી ફંડ માતુશ્રી ગીરજાબેન જમનાદાસ દામાણી પરિવાર તથા શ્રી મહેતા પરિવારના મુખ્ય સહયોગ સાથે એકત્ર કરાયેલ. કાર્યક્રમ પૂર્ણ થયે માતુશ્રી કમળાબેન શામળદાસ મહેતા પરિવાર માતુશ્રી કાન્તાબેન મનસુખભાઈ રાણપરીયા હ.હસુભાઈ, મુકેશભાઈ તરફથી નવકારશીનું આયોજન થયેલ. જેનો વિશાળ સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો. પ્રતિદિન જાપ તથા આઠમ- પાખી તથા રવિવારે ૭:૩૦ થી ૮:૩૦ વ્યાખ્યાન રાખેલ છે.

બુધવારે તા.૩૦ના રોજ સવારે જાપ- વ્યાખ્યાન બાદ નવકારશી પૂ.સ્મિતાબાઈ મ.ની સંસારી સખી પન્નાબેન નટવરલાલ દોશી તરફથી રાખવામાં આવેલ છે. ભાવિકોએ લાભ લેવા શ્રીનવાગઢ સ્થાનકવાસી જૈન સંઘની યાદીમાં જણાવેલ છે.

(4:16 pm IST)