સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં રોટોવિટર મશીનમાં આવી જતા ર ખેડૂતના મોત

વઢવાણના વાડલા અને મુળીના ઉમરડામાં ખેતીકામ દરમિયાન ર નો ભોગ લેવાયો

વઢવાણ તા. ર૮:.. સુરેન્દ્રનગર જીલ્લામાં રોટોવિટર નામના ખેતી કામમાં ઉપયોગમાં લેવાતા મશીનમાં આવી જતા ર ખેડૂતના મોતથી અરેરાટી આપી ગઇ છે.

વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અને ખેતી વ્યવસાયમાં જોતરાયેલા અશ્વિનભાઇ અરજણભાઇ પોતાના ગામ વાડલા ગામની સીમમાં ડોળકા કેનાલ પાસે આવેલ ખેતરમાં ખેડાણ કરતા હતા ત્યારે મશીનમાંપીન નિકળી જતા ટ્રેકટર ઉભુ રાખવા મથતા હતા ત્યાંજ પેન્ટ ઓટો વિટરમાં ભરાતા ઓટો વિટરમાં વિટાઇ જતા કમકમાટી ભર્યુ મોત  નિપજેલ હતું.

જયારે બીજા બનાવમાં મુળી તાલુકાના ઉમરઠા ગામે  ટ્રેકટરના હળમાં હળતા સમયે - ડોળકા કેનાલ પાસેના ખેતરમાં ટ્રેકટર હળવા હળાઇ જતા એક આઘેડ વયના ખેડુતનું મોત નિપજેલ હોવાનું જાણવા મળેલ છે.

(4:13 pm IST)