સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

પ્રેમિકાનો ફોન ન આવતા કચ્છમાં યુવકનો આપઘાત

ભુજ, તા.૨૮ : પ્રેમમાં પાગલ યુવા હૈયાઓ માટે એક બીજાનો વિરહ અને જુદાઈ કે નારાજગી સહન કરવા મુશ્કેલ હોય છે. તે મોટેભાગે આપણે ફિલ્મો માં કે વાર્તાઓમાં અનુભવતા હોઈએ છીએ. પરંતુ, રીલ લાઈફની જેમ રીયલ લાઈફમાં પણ હવે પ્રેમીઓની સહનશકિત ઘટતી જાય છે, એ હકીકત છે. મુંદરામાં ૨૧ વર્ષીય યુવાને માત્ર પ્રેમિકાના ફોનની નારાજગીના મુદ્દે પોતાનો જીવ દઈ દીધો હતો. મુંદરા અદાણી બંદરે આવેલા પ્ત્ઘ્વ્ કન્ટેઇનર ફ્રેઈટ સ્ટેશનની કેન્ટીનના કર્મચારી અંકુર ધનીરાજા ભરુવાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઉત્તરાખંડ ના અને હાલે પ્ત્ઘ્વ્ની કેન્ટીનમાં કામ કરતા ૨૧ વર્ષીય અંકુરે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ઓફીસની અંદર આવેલી કેન્ટીનની અંદર જ ગળે ફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. મુંદરા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે તેની પ્રેમિકાનો ફોન ના આવતાં દુઃખી અને વ્યથિત થઈને ૨૧ વર્ષીય યુવાન અંકુરે પોતાના જીવનનો અંત આણ્યો હતો.

યુવા વયે નાસીપાસ થઈને આપઘાત કરવાના બનતા બનાવો કચ્છમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જીવનમાં ઘણીવાર આપણાં ધાર્યા મુજબ થતું નથી એવા સમયે ધીરજ રાખવી જોઈએ. વિપરીત પરિસ્થિતિને અનુકૂળ થતાં શીખવું જોઈએ. માનવ જિંદગીનું મૂલ્ય આપણે સમજવાની જરૃરત છે.

(4:12 pm IST)