સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગિરનાર રોપ-વેના મટીરીયલ્સ માટેના રોપ-વેના કામનો કાલથી પ્રારંભ

અંબાજી સુધી મટીરીયલ્સ લઇ જવુ ખૂબજ કપરૃ

 જુનાગઢ તા. ર૮ : ગિરનાર રોપ-વે માટેની ગતિવિધી શરૃ થઇ ગઇ છે જેના ભાગ રૃપે આવતીકાલથી મટીરીયલ માટેના રોપ-વેના કામનો પ્રારંભ થઇ રહ્યો છે.

ગિરનાર રોપ-વે પ્રોજેકટની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.

આ પ્રોજેકટ માટેજરૃરી લોખંડના હેવી ગડર સહિત માલ-સામાન પપ૦૦ પગથીયે અંબાજી મંદિર સુધી લઇ જવાનું ખૂબજ કપરૃ છે. આથી લોખંડ સહિતનું મટીરીયલ્સ ઉપર પહોંચાડવા માટે રોપ-વે (ટ્રોલીની કામગીરી આવતીકાલથી શરૃ થશે. સંભવતઃ મટીરીયલ્સ માટેના રોપ-વેની કામગીરીની સાથે ગિરનાર રોપ-વેના કામનો પણ પ્રારંભ કરવાની ગણતરી મંડાઇ રહી છ.ે

(4:11 pm IST)