સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

લીલીયા બૃહદગીરની શાન ગણાતી ૧૮ વર્ષિય રાજમાતા સિંહણે સિંહબાળને જન્મ આપ્યો

લીલીયા, તા. ૨૮ :. લીલીયા બૃહદગીર વિસ્તારમાં પાછલા બે દાયકાના સમયથી પોતાનુ સામ્રાજ્ય ખડુ કરી રાજમાતા સિંહણ તરીકેની નામના મેળવી સામ્રાજ્ય ચલાવી રહી છે. તેવી રાજમાતા સિંહણે ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે નવમી પ્રસૃતિ કરી સિંહબાળને જન્મ આપી સૌ કોઈને વિચારતા કરી દીધા છે.

આ વિસ્તારમાં ૪૦ જેટલા સિંહોનું ગ્રુપ છે. જે સમગ્ર પરિવાર આ સિંહણનો હોવાનું મનાય રહ્યુ છે. સામાન્ય રીતે તજજ્ઞના માનવા પ્રમાણે સિંહણ ૧૩ થી ૧૪ વર્ષની વય સુધી જ બચ્ચા આપી શકે છે. જ્યારે ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે રાજમાતા સિંહણે બચ્ચા આપતા આ સિંહણ પર ખાસ રીસર્ચ થવુ જોઈએ તેવુ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર રાજન જોષીએ માંગણી કરી છે.

રાજમાતા સિંહણને ઘરે પારણુ બંધાતા સમગ્ર પંથકના પર્યાવરણ પ્રેમીઓ અને વન તંત્રમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

(4:09 pm IST)