સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

બગસરામાં મામલતદાર કચેરીમાં આધારકાર્ડ મેળવવા લોકોને હાલાકી

બગસરા, તા.૨૮: બગસરામાં મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કાઢી આપવા માટે એક અલાયદો વિભાગ શરૂ કરવામાં આવેલો છે પરંતુ આ વિભાગ દ્વારા પોતાના મનદ્યડત નિયમોને કારણે લોકોને ધક્કા થઈ રહ્યા છે.

આધાર કાર્ડની કામગીરીમાં સવારના સમયે ૧૫ ફોર્મ તેમજ બપોર પછી બીજા ૧૫ ફોર્મ એવી રીતે નિયમો બનાવી નાખતા તેમજ આ બાબતે કોઇ સ્પષ્ટ જાહેરાત કે સૂચના લગાડવામાં આવેલ ન હોય લોકો ધક્કા ખાઈ રહ્યા છે. ગામડેથી આવતા લોકોં કચેરીએ પહોંચી ત્યાં સુધીમાં જો પંદર ફોર્મનું વિતરણ થઇ ચૂકયું હોય તેમને સાંજ સુધી રોકાવાનું ફરજિયાત બની રહે છે. આ ઉપરાંત આધારકાર્ડની કામગીરી જે વિભાગમાં કરવામાં આવે છે તે વિભાગ દ્રારા રિસેસના સમયની કોઈપણ પ્રકારે સ્પષ્ટતા કરેલ ના હોવાથી લોકોને પણ રિસેસનાં સમય બાબતે ખ્યાલ આવતો નથી. આમ લોકોને નાછૂટકે પોતાનો સમય બચાવવા માટે શહેરમાં ચાલતા પ્રાઇવેટ આધાર કાર્ડ કેન્દ્ર નો સહારો લેવો પડે છે, જયારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિનામૂલ્યે સુવિધાનો લાભ લઈ શકાતો નથી. આ બાબતે આધારકાર્ડની કામગીરી કરતા વિભાગને યોગ્ય સૂચનાઓ મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. (૨૩.૨)

(10:48 am IST)