સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

લોધીકામાં ઉજાલાનું સેન્ટર બંધ થતા લોકો ને હાલાકી

ચાંદલીના સામાજીક કાર્યકરની રજુઆત

લોધીકા તા ૨૮ : રાજયમાં વિજળીની બચત થાય અને લોકોને પાવર બીલ ઓછુ આવે તેવા હેતુ થી રાજય સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ એલ.ઇ.ડી. લેમ્પ, ટયુબ, પંખા વિગેરે ઉપકરણો ના વિતરણ માટે ગામે-ગામ સેન્ટરો ૈઉભા  કરવામાં આવેલ છે ત્યારે તાલુકા મથંકના લોધીકા ગામે આ સેન્ટર બંધ કરી દેવાતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે.

ચાંદલીના સામજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા એ રજુઆતમાં જણાવેલ  છે કે રાજય સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ ગામે-ગામ સેન્ટરો ઉભા કરવામાં આવેલ છે જે અન્વયે લોધીકા ગામે પણ આ સેન્ટર કાર્યરત થયેલ જયા લોધીકા સહીત તાલુકા ભરના ગામોના લોકો લાભ લેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સેન્ટર બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારના લોકો વિજળી ઉપકરણો લેવા કે બદલવા જાય છે ત્યારે  ધરમ ધકો થાય છે. લોકો પરેશાની ભોગવી રહેલ છે. અનેક વખત રજુઆત કરવા છતાં સેન્ટર શરૂ કરવામાં તેમને રસ ન હોય તેમ કોઇ કાર્યવાહી થતી નથી, જેથી લોકો વિજળી ઉપકરણો લે.વા કે બદલવા જાય છે ત્યારે સેન્ટર બંધ કરી દેવામાં આવેલ હોય લોકોમાં રોષ છે. તંત્ર દ્વારા આ સેન્ટર ચાલુ કરવા લોકોની માંગણી છે. (૩.૧)

(10:47 am IST)