સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

જળસંચય અભિયાનમાં ઉધોગગૃહો, એનજીઓનો ફાળો નોંધપાત્ર મંત્રીશ્રી આહિર

અંજારમાં રોટરી-વેલસ્પન દ્વારા રાતાતળાવ (સાપેડા જુથ ગ્રામ પંચાયત)નું ખાણેત્રું શરૂ કરાયું

ભુજ, તા.૨૮: સુજલામ, સુફલામ યોજના અન્વયે આજરોજ રાતા તળાવ (સાપેડા જુથ ગ્રામ પંચાયત) ના ઉંડા કરવાના કામનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા શુભારંભ કરાયો હતો.

મંત્રીશ્રીએ જળસંચય અભિયાનમાં રોટરી કલબ અંજાર તેમજ વેલસ્પન જેવા ઉધોગગૃહોના પ્રદાનને નોંધપાત્ર ગણાવતાં કચ્છ પ્રદેશની જળની પ્યાસ સુજલામ, સુફલામ બુઝાવીને જ રહેશે તેવું ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે રોટરી કલબ, અંજારના પ્રમુખશ્રી ધર્મેશ ઠકકર તેમજ વેલસ્પનના પ્રતિનિધિ બ્રિગેડિયરવાહીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. પ્રારંભમાં પ્રસંગ પરિચય, મહેમાનોનું સ્વાગત સિંચાઇ નાયબશ્રી માતા તથા રોટરી, વેલસ્પન પરિવારે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આભારદર્શન અંજાર નગરપાલિકા શાસકપક્ષના નેતાશ્રી ડેનીભાઇ શાહે કર્યુ હતું.આ પ્રસંગે અંજાર નગરપ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાંક, અંજાર નગરપાલિકા પાણી પુરવઠાના અશ્વિન પંડયા, જિલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી ગોવિંદભાઇ કોઠારી, અંજાર શહેર ભાજપા પ્રમુખશ્રી સંજય દાવડા, અંજાર તાલુકા ભાજપા પ્રમુખશ્રી શંભુભાઇ આહિર, સરહદ ડેરીના શ્રી વલમજી હુંબલ, સરપંચશ્રી માદેવભાઇ બરારીયા, નગરસેવિકા જયશ્રીબેન ઠકકર, ક્રિપાલસિંહ ઝાલા, કાના શેઠ, નારણભાઇ ચૈયા, પૂર્વ ધારાસભ્યશ્રી ગોપાલભાઇ ધુઆ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી અગારા, લવજીભાઇ સોરઠીયા, એલ.વી.વોરા, ડાહયાલાલ મઢવી, ચંદુભાઇ આગેવાન, કેશુભાઇ આગેવાન તેમજ વરિષ્ઠ અગ્રણીશ્રી વસંતભાઇ કોડરાણી, તેજસભાઇ મહેતા તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.આ પહેલા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રતનાલ ખાતે મોદી સરકારની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં કાર્યકરગણ સાથે ભાગ લીધો હતો.(૨૨.૪)

(10:46 am IST)