સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

પરિણીતાને ત્રાસ આપવા અંગે દોષિત આરોપીઓને પ્રોબેશનનો લાભ આપતી કોર્ટ

ટંકારા તા.૨૮: ટંકારા તાલુકાના નેસડા(ખાન) ગામના ફરીયાદી સવિતાબેન વિપુલભાઇ કોળી ના કેસમાં તેના પતિ, સસરા, તથા સાસુને ટંકારા કોર્ટ દ્વારા પ્રોબેશન ઉપર મુકત કરેલ છે.

ટંકારા તાલુકાના નેસડા (ખાન) ગામના ફરીયાદી સવિતાબેન વિપુલભાઇ કોળીના લગ્ન ધ્રાંગધ્રા તાલુકાના વિપુલ કરસન વિધાણી સાથે થયેલ. ફરીયાદીનો લગ્ન ગાળો ૧૩,૧૪ વર્ષનો હતો. છ સાત વરસથી પિયર નેસડા ગામે રહેતા હતા.

ગત તા. ૨/૫/૧૫ નારોજ આરોપી ૧. વિપુલ કરસન વિધાણી-પતિ, ર. કરસન શંકરભાઇ વિધાણી-સસરા, ૩. જયાબેન કરસન વિધાણી-સાસુ તા. ૨-૫-૧૫ના રોજ નેસડા (ખાન) ગામે ગયેલ ત્યારે બનાવ બનેલ હતો.

ફરીયાદી સવિતાબેને પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ શારીરિક, માનસિક ત્રાસ, ઢીંકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ.

ટંકારા કોર્ટમાં આ કેસ ચાલી જતા, દોષીત ઠરાવવામાં આવેલ અને રૂ. ૧૦,૦૦૦/- ના જાત જામીન ઉપર પ્રોબેશનનો લાભ આપેલ હતો.(૧.૧)

(10:43 am IST)