સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ખંભાળીયા પાલિકાના અનેક રસ્તાના કામ નબળા થતા ફરીથી બનાવવા આદેશ

ખંભાળીયા તા.૨૮ શહેરમાં રોડ રસ્તાના કરોડો રૂપિયાના ખર્ચે થતા કામોમાં કેટલાક  સ્થળે કોન્ટ્રાકટરો પેટા માં કામ આપી દેતા લોટ પાણીનેલાકડાની જેમ નબળા કામો કરતા કાંકરા ઉડવા માંડે તેવી સ્થિતી થતાં આ અંગે ફરીયાદો પછી હવે પાલિકા તંત્ર કડક થયુ છે.

રામનાથ સોસાયટી, ખંભાળિયા મીલ પાસે તથા જી.બી.જે હાઇસ્કુલ થી કુંભારવાડામાં થઇ વિજય સિનેમા જતા રોડના નબળા કામો હોય આ કામો ફરીથી કરવા ઉપર ફીનીશીંગ કરવા હુકમ કરતા કોન્ટ્રાકટરો એક એક કામમાં બે-ચાર લાખના ખાડામાં ઉતરી જતાદોઢધામ મચી ગઇ હતી.

ચીફ ઓફીસર શ્રી એ.કે. ગઢવીએ જણાવ્યું  કે મિલન ચાર રસ્તાથી સલાયા રેલ્વે ફાટકના રોડ પણ નબળો અને ખાડાવાળો થઇ ગયો હોય તે પણ કદન્ટ્રાકટરની ડીપોઝીટમાંથી ફરીથી રીપેર કરાશે તથા હવે સારા કોન્ટ્રાકટરો કામ કરે તે માટે ડીપોઝીટનો પીરીયડ ૩ વર્ષનો કરાયો છે જેથી સારા કાનો કરે તેજ કોન્ટકટર કામો કરવા આવે (૩.૨)

(10:43 am IST)