સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ગ્રીન-નેટ હાઉસની મોટી સફળતાઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ

 જૂનાગઢ, તા.૨૮: જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ અને નાયબ બાગાયત જુનાગઢ નાં સંયુકત ઉપક્રમે ગ્રીનહાઉસ કે નેટ હાઉસનાં થી ખેતીમાં સફળતા અને ગ્રીન હાઉસ નેટ હાઉસમાં ખેતપધ્ધતિની યોજાયેલ તાલીમનાં સમાપન કાર્યક્રમમાં બોલતા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના કુલપતિશ્રી, ડો.એ.આર.પાઠકે જણાવ્યું કે, ધાન્યપાકો, કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાના પાકો, મરીમસાલાના પાકો વગેરેની સાથે શાકભાજી અને ફળ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. તે સાથે આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકો રક્ષિત ખેતીની ભેટ ધરી. તેને કારણે આજે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં થતી ખેતીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહી અગાઉની સરખામણીમાં ઓંછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે. રાજય સરકારે પણરક્ષિત ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. તેને હિસાબે ગુજરાતના વધુને વધુ લોકો રક્ષિત ખેતી કરતા થયા છે. ગુજરાત રાજયના હોર્ટીકલ્ચર મિશને પણ ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં થતી ખેતીને પ્રાધાન્ય આપ્યું તેને લીધે બાગાયત નિયામકશ્રી ચારેય કૃષિ યુનિવર્સીટીમાં ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં થતાં પાકો પર આ ખાસ કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું. ગુજરાત રાજયમાં ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડીને બાગાયતી પાકોની ખેતી કરવા પ્રેરાયા છે. ખેતીપાકો કે જે સામાન્ય વાતાવરણમાં સહેલાઈથી ઉગાડી શકાતા ન હોય તેવા પાકોની માગને પહોંચી વળવા તેનો ઉછેર ગ્રીનહાઉસ કે પોલીહાઉસમાં કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે પણ કૃષિ વૈજ્ઞાનિકો વિવિધ પાકોની નવી જાતો શોધવાની સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે તેવી ખેતી પધ્ધતિઓની શોધ કરતા રહે છે.  હાલ ગ્રીન હાઉસ નેટ હાઉસનો વ્યાપ વધતો જાય છે. જયારે આ તાલીમ લીધા વગર જેને પણ ગ્રીન હાઉસ/નેટ હાઉસ બનાવ્યા છે ભલે સંપુર્ણ સફળ રહ્યા ના હોય પણ ૧૫ દિવસીય ગ્રીન હાઉસ/નેટ હાઉસ તાલીમ થકી ખેડુતોને સફળતા સારી મળે છે. આવી તાલીમ પ્રથમ નવસારી ખાતે શરૂ કરવામાં આવેલ. ઓછી જમીન અને પાણી વાળાએ જો ગ્રીન હાઉસ/નેટ હાઉસ બનાવે તો સારી એવી આવક મેળવી શકે છે.

આમાં ઓફ સિઝનના પાકો લેવાથી ભાવ પૂરતા મળે છે. આ વિસ્તારમાં જર્બેરા,કાકડી,મરચા અને ટમેટામાં પૂરતું વળતર મળી રહે છે. હવે દ્યણા ખેડૂતો કોમ્પુટરરાઈઝ ગ્રીન હાઉસ બનાવતા થયા છે જેમાં કોમ્યુટર જ તાપમાન, ભેજ, કયારે પાણી આપવું, ખાતર વગેરે નક્કી કરી તે મુજબ અપાય છે. ગ્રીન હાઉસ જયાં પવન ઓછો હોય તેવા વિસ્તારમાં બનાવવા જોઈએ. તાલીમ સમાપન કાર્યક્રમ વેળાએ ડો. ચૌહાણ, ડો.આર.એસ.ચોવટિયા તેમજ બાગાયત અધિકારી શ્રી ગોંડલીયા એ પણ ઉપસ્થિત પ્રયોગશીલ ખેડુતોને માર્ગદર્શન આપ્યુ હતું. (૨૩.૨)

(10:43 am IST)