સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

ધોરાજી કે.ઓ.શાહ કોલેજમાં નેચરોપેથી-યોગ શિબિર

 ધોરાજીઃ કેઓ શાહ કોલેજના હોલમાં રાજકોટની વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ સંસ્થા દ્વારા રામજીભાઇ ભુરાભાઇ હુંબલ પરિવાર ધોરાજી દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં નેચરોપેથી અને યોગ દ્વારા નિરોગી તથા દીર્ધાયુ જીવન પ્રાપ્ત કરવા માટે તમામ શારીરીક તથા માનસિક રોગોના નિવારણ માટે નિષ્ણાત પ્રાકૃતિક ચિકિત્સકો દ્વારા નિઃશુલ્ક રોગ સારવાર જેમાં ડાયાબીટીસ  બ્લડ પ્રેશર વજન ઘટાડવા વજન વધારવા એસીડીટી અસ્થમાં આર્થરાઇટીસ કમરનો અને ગોઠણનો દુખાવો શરદીથી લઇને કેન્સર સુધીના તમામ રોગોના નિવારણ માટે દવા વગર સારવાર અંગે નિઃશુલ્ક વ્યકિતગત માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક ચિકિત્સાની આ શીબીરમાં રપ૦ લોકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં રાજકોટના વિશ્વેશ ઇન્સ્ટીટયુટ ઓફ નેચરોપથીના સંચાલક દિક્ષેશભાઇ પાઠક દ્વારા નેચરોપીથી વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રોજેકટ દ્વારા વિડીયો ડીસ્પલેથી સરળતાથી સમજ આપવામાં આવી હતી. વિશેષમાં મહાત્મા ગાંધીજી નેચરોપેથી ચિકિત્સાના હિમાયતી હતા તેમના સુચવેલા વિચારો રજુ કરવામાં આવ્યા હતા. રાજકોટથી પધારેલા માધવી પાઠક, કૃષ્ણકુમાર મેત્રા, ભરતભાઇ લોખીલ, હરીશભાઇ ઠકકર, અર્ચનાબેન શાહ, કાશ્મીરાબેન, વેકરીયા કાજલબેન પીઠડીયા ભારતીબેન સેજપાલ સરોજબેન મેત્રા હાજર રહ્યા હતા. અને ધોરાજીના આાયોજક સુરેશભાઇ રામજીભાઇ હુબલ કેઓ શાહ કોલેજના પ્રિન્સીપાલ ડો.સી.વી.બાલધા પતંજલી આરોગ્ય કેન્દ્રના નિલેશભાઇ રાવરાણી જીગ્નેશભાઇ પરમાર, હિતેષભાઇ પાદરીયા, પાયલબેન ભટ્ટ, ધારાબેન ટોપીયા, ફોરમબેન અંટાળા અંકીતાબેન અંટાળા, પાયલબેન સાંગાણી અને કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(8:58 am IST)