સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

દેવભૂમિ દ્વારકામાં મોબાઈલ ચાર્જરથી શોક લાગતા સાત વર્ષની માસુમ બાળકીનું મોત

સાત વર્ષની શ્રદ્ધા મોબાઈલ ચાર્જરના લીકેજ વાયરને અડતા શોક લાગ્યો

દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં  મોબાઈલ ચાર્જરથી શોક લગતા માસુમ બાળકીનું મોત નીપજ્યું હોવાનો અત્યંત આઘાતજનક કિસ્સો બન્યો છે બાળકોને મોબાઈલ અને મોબાઈલના ચાર્જર જેવા ઈલેક્ટ્રિક સાધનોથી દૂર રાખવા જરૂરી હોવાનો અને દરેક માતા પિતા અને વડીલોએ સાવચેતી રાખવી જરૂરી હોવાનું આ  કિસ્સામાં એક મામૂલી લાગતું ચાર્જર કેવી રીતે બાળકો માટે યમદૂત બની શકે છે.તે ફલિત થયું છે 

 જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટે વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈની સાત વર્ષની દીકરી શ્રદ્ધા સાથે આ દુર્ઘટના ઘટી હતી  ઘરમાં  મોબાઈલને ચાર્જ કરવા મૂકતા ચાર્જરના વાયરને અડતા જ શ્રદ્ધાને શોક લાગ્યો હતો. ધર્મેશભાઈને ત્રણ બાળકીઓ છે. શ્રદ્ધા જે મોબાઈલ ચાર્જરને અડી તેનો વાયર લીકેજ હતો. નાની વયની આ બાળકી લીકેજ વાયરમાંથી પસાર થયેલા કરન્ટને સહન કરી શકી નહીં અને તેનું મોત નિપજ્યું.

બાળકીને સરકાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા તો ત્યાં ફરજ પર હાજર ડોક્ટર ડોં. ચિરાગ ગોહિલે આ ઘટના અંગે  જણાવ્યું કે 7 વર્ષની બાળકી શ્રદ્ધા ધર્મેશભાઈ રાઠોડને સવારના 10.55ની આસપાસ શોક લાગ્યો હતો. તેને મૃત જાહેર કરેલી છે.

(8:41 pm IST)