સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

ભાવનગરમાં ૩૮૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૨,૨૫૭ કેસો પૈકી ૩,૦૯૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૨,૨૫૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪૧ પુરૂષ અને ૧૦૯ સ્ત્રી મળી કુલ ૨૫૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૪૮, ઘોઘા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૧૦, મહુવા તાલુકામાં ૫, વલ્લભીપુર તાલુકામાં ૧, ઉમરાળા તાલુકામાં ૩, પાલીતાણા તાલુકામાં ૧૪, સિહોર તાલુકામાં ૭, ગારીયાધાર તાલુકામાં ૩૫ તેમજ જેસર તાલુકામાં ૨ કેસ મળી કુલ ૧૩૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧૦ અને તાલુકાઓમાં ૧૨૫ કેસ મળી કુલ ૨૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૨,૨૫૭ કેસ પૈકી હાલ ૩,૦૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૧૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:12 pm IST)