સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા મોરબી APMC માં આંધ્રમાંથી

35,000 લીલા નારિયેળ અને મહારાષ્ટ્રથી 10,000 કિલો સંતરા હોલસેલમાં મંગાવ્યા :આવતી કાલથી વિતરણ

મોરબી જિલ્લાની મોરબી-વાંકાનેર-હળવદ સીવીલ હોસ્પીટલમાં કાળા બજારથી નાના માણસો હેરાન ના થાય એ માટે દર રોજ પ્રતિ નારિયેળ રૂ 20 માં વિતરણ કરવામાં આવશે  અને સંતરા 25 રૂપિયા કિલો,વિતરણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યકરો દરેક દર્દી સુધી પહોંચાડવા માટે મદદ કરશે આ સેવા માં મુકેશ ભાઈ કુંડારીયા (પ્રમુખ વિટ્રિફાઇડ એસો), સતિષભાઈ બોપલીયા(સોલોગ્રેસ સીરામીક),દિલીપ ભાઈ આદ્રોજા(મેટ્રો ગ્રુપ),પ્રમોદ ભાઈ વરમોરા(વરમોરા ગ્રુપ) તેમજ ઘણા ઉદ્યોગકારો મદદ કરવા આગળ આવ્યા છે

(7:26 pm IST)