સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

મોરબીમાં ૧૧ના મોત : નવા ૬૮ કેસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. ૨૭ એપ્રિલ, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૭૩૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૬૮ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૨ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. તેમજ  સત્ત્।ાવાર મોરબી જિલ્લામાં અગાઉના એક સહિત ૩ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા કુલ ૧૧ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી ૧૧, મોરબી ગ્રામ્ય ૧૮, વાંકાનેર સીટી ૦૩, વાંકાનેર ગ્રામ્ય ૨, હળવદ સીટી ૦૮, હળવદ ગ્રામ્ય ૦૭, ટંકારા સીટી ૦૦, ટંકારા ગ્રામ્ય ૧૪, માળીયા સીટી ૦૦, માળીયા ગ્રામ્ય ૦૫, જિલ્લાના કુલ નવા ૬૮ કેસ છે.

ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં ૨૭, વાંકાનેર તાલુકામાં ૬, હળવદ તાલુકામાં ૯, ટંકારા તાલુકામાં ૪, માળીયા તાલુકામાં ૩, આજના જિલ્લાના કુલ ૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ ૬૮૮, કુલ ડિસ્ચાર્જ કેસ ૩૯૦૪, મૃત્યુઆંક ૫૯ (કોરોનાના કારણે) ૨૬૯ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ ૩૨૮, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ ૪૯૨૨, અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ ૨૫૩૧૪૬ થયા છે.

(1:13 pm IST)