સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

જૂનાગઢથી ભાગેલ યુવાનને પોલીસે શોધી લીંબડી બસ સ્ટેન્ડમાંથી કબ્જે કર્યો : ડીપ્રેસનમાં આવી જતા અમીતે આપઘાત કરવાનું વિચારેલ

જૂનાગઢ,તા. ૨૮ : ગત તા.૨૨ ના રોજ જૂનાગઢ શહેર ખાતે રહેતા અને ઇમિટેશનનો વ્યવસાય કરતા કમલેશભાઇ નલીનભાઇ રાયચુરાનો નાનોભાઇ મયુર નલિનભાઈ રાયચુરા પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના જતો રહેલ અને પોતનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધેલ. કમલેશભાઇ દ્વારા બધે તપાસ કર્યા બાદ કોઇ પતોના મળતા, આખરેએ ડીવીઝન પો.સ્ટે. ખાતેના પી.આઇ. શ્રી એન.આર.પટેલને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કરતા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્રારા VISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરા દ્રારા ગુમ થયેલ મયુર રાયચુરાની શોધખોળ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. હજુ તો, મયુરની શોધખોળ કરતા કઇ મળે તે પહેલા, મયુરનો ખાસ મીત્ર અમીત હસમુખભાઇ સાદરાણી પણ ગુમ થયાનુ અમીતના પરીવાર દ્રારા પોલીસને જાણ કરેલ. એક સાથે વારાફરતી બે બે યુવાન ગુમ થવાની દ્યટનાને ગંભીરતાથી લઇ, જુનાગઢ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતા દાખવી અને બંને મીત્રોને શોધવા સારૂ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ પો.કો. રવિરાજ સિંહ વાઘેલા, અશોકભાઇ રામ, રાકેશભાઇ યાદવ તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. શ્રી એન.આર.પટેલ, એ.એસ.આઇ. માલદેભાઇ માડમ, હે.કો સમીરભાઇ રાઠોડ, પો.કો. પ્રવિણભાઇ બાબરીયા, વીક્રમસીંહ જૂંજીયા, જીલુભાઇ ગાંગણા, વનરાજસીંહ ભલગરીયા  સહીતની ૦૩ પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરી, કમાન્ડ&કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્રારા VISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરા મારફતે અમીત બસ સ્ટેન્ડે ગયો હોવાનુ શોધી કાઢેલ.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.આર. પટેલ અને તેમની ટીમની ભારે જહેમત બાદ ગુમ થનાર અમીત વેરાવળ- ગાંધીનગર રૂટની બસમાં બેસી જતો રહ્યો હોવાનુ શોધી કાઢેલ. ST વિભાગની મદદથી વેરાવળ ગાંધીનગર બસના કંડકટરના મોબાઇલ નંબર મેળવી, સંપર્ક કરતા, અમીતના ફોટા કંડકટરના વોટસ એપમાં મોકલી, ગુમ થનાર અમીત તેની બસમાં હોવાની ખરાઇ કરાવી અને બસ લીંબડીની નજીક હોવાનું જણાવેલ હતું.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લીંબડી ડીવાયએસપી કચેરીના એ.એસ.આઈ. મહેશભાઈ બાર, કમાન્ડો મનીષભાઈ પટેલ સહિતની ટીમને તાત્કાલિક લીંબડી બસ સ્ટેન્ડ ખાતે પીસીઆર વાન સાથે મોકલી આપતા, એસટી બસ લીંબડી પહોચતા લીંબડી પોલીસ સ્ટાફની મદદ મેળવી તાત્કાલીક લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા લીંબડી બસ સ્ટેન્ડ પહોંચી બસમાંથી અમીતને ઉતારી, જૂનાગઢ પોલીસ અમીતના પરીવાર સાથે લીંબડી પહોંચે ત્યા સુધી પોસ્ટે. ખાતે સહી સલામત સાચવી રાખેલ હતો. મયુરને પણ ટેકનીકલ સોર્સ દ્રારા વેરાવળથી શોર્ધીં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવતા, બંને પરીવાર દ્રારા પોતના પરીવારના સભ્ય હેમ ખેમ મળી જતા, એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

મળી આવેલ અમીતની વધુ પૂછપરછ કરતા, અમીત દ્રારા પોતાનો મીત્ર મયુર IPL ના સટ્ટામાં ઘણા રૂપીયા હારી ગયેલ હોય અને મયુર પાસે રૂપીયાના હોય, જેથી તેને મદદ કરવા સારૂ કોઇ પાસેથી ઉછીના રૂપીયા લઇ અને મયુરને આપેલ હોય અને અમીત પાસેથી રૂપીયા લઇ અને મયુર રફુચક્કર થઇ જતા, અમીત ડીપ્રેશનમાં આવી જતા, ઝેરી દવા પી આપઘાત કરવાનુ મન બનાવી ઘરેથી કોઇને કહ્યા વિના જતો રહેલ. જેને જૂનાગઢ પોલીસની ઝીણવટભરી તપાસ આધારે ગણતરીના કલાકોમાં જહેમત ઉઠાવી, શોધી કાઢેલ હતો.

(1:11 pm IST)