સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

વેરાવળ સીવીલ હોસ્પીટલમાં સેવા કરતી સંસ્થાઓ થકીઃ દર્દીઓ પરીવારજનોને મોટી રાહત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: સીવીલ હોસ્પીટલ માં સારવાર લેતા દર્દીઓ અને તેની સાથે આવેલા પરીવારજનોને સેવાભાવી સંસ્થાઓ દ્રારા ભોજન,ફુટ,નાસ્તો,ચા,પાણી સહીત ની વ્યવસ્થા કરાતા મોટી રાહત થયેલ છે.

વેરાવળ સીવીલ હોસ્પીટલ માં ૭૦ થી ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે તેમને સવાર થી રાત સુધી ભોજન સહીત ની વ્યવસ્થાઓ કરાયેલ છે તેમાં ભાજપ દ્રારા બપોરે રાત નું ભોજન, જય જલારામ કેટરીગ ના સાંન્તુભાઈ બદીયાણી,અશ્વીનભાઈ સોલંકી મીત્ર મંડળ દ્રારા દરરોજ સવારે ફુટ,સીકો નાસ્તો,પાણી ની બોટલ, શાંતિપરાના ગૌ સેવા મીત્ર મંડળ દ્રારા નાળીયેર,મેમણ જમાતના પટેલ ફારૂકભાઈ સોરઠીયા કારોબારી સભ્યો દ્રારા મંડળ,ખુરશી બન્ને ટાઈમ ચા તેમજ દર્દીઓની સાથે આવેલ સગા વ્હાલાઓને સોમનાથ ટ્રસ્ટ દ્રારા બન્ને ટાઈમ ભોજન ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર દ્રારા સુકોનાસ્તો અપાય રહેલ છે.

સવારથી રાત સુધી તમામ વ્યવસ્થા ૩૬ વર્ષથી દર્દીઓની સેવા કરતા  સ્વ.રમેશ મસાણી જન સમાજ સેવા સંધ ના જેન્તીભાઈ આજણી,સરમણભાઈ દીવરાણીયા,ડી.કે.ગુ્રપ ના દીપક કકકડ,નાનજી ચાવડા સેવા આપી રહેલ છે તેમજ હોસ્પીટલ કંમ્પાઉન્ડમાં ભારત વિકાસ પરીષદ દ્રારા મંડપ નાખી દર્દીઓને બેસવાની સુવાની વ્યવસ્થા  કરાયેલ છે જન સમાજ બ્લ્ડ બેંક ના હોલ માં રાત્રી રોકાણ ની વ્યવસ્થાકરાયેલ છે સીવીલ હોસ્પીટલમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા આ કામગીરી થતી હોવાથી દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓમાં રાહત ફેલાયેલ છે.

(1:10 pm IST)