સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

ગોંડલ માર્કેટયાર્ડ પાસે ઝેરી દવા પી લેનાર રાજકોટના મીલનનું મોત

રખડતુ ભટકતુ જીવન ગાળતો યુવાન અગાઉ વાહન ચોરીના ગુનામાં સામેલ હતો

રાજકોટ તા.ર૮ : ગોંડલના નવા માર્કેટયાર્ડ પાસે ઝેરી દવા પી લેનાર રાજકોટના યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજયુ હતુ.

મળતી વિગત મુજબ શહેરના વિરાણી અઘાટ વિસ્તારમાં રહેતો મીલન રસીકભાઇ રૈયાણી (ઉ.વ.૧૮)એ પરમ દિવસે ગોંડલના નવા માર્કેટયાર્ડ પાસે ઝેરી દવા પી લેતા તેને ૧૦૮ મારફતે ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. મૃતક મીલન અગાઉ રાજકોટમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. ત્યારબાદ તે છેલ્લા ઘણા સમયથી રખડતુ ભટકતુ જીવન ગાળતો હતો. આ યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ. પી. કે. જેઠવાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)