સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

ચોટીલા વિસ્તારના ૬૦૦ થી વધુ કોવિડ દર્દીઓને ઓકિસજનના બાટલા

જય સોમનાથ અને રામ રહીમ ગૃપની અનન્ય માનવ સેવા

ચોટીલા તા.૨૮ : સેવા સંગઠનનોના સદસ્યો અને શહેરીજનોના સહયોગથી ચોટીલા પંથકમાં હોમ આઇસોલેટમાં સારવાર લેતા જરૂરીયાત મંદ દર્દીઓની ઓકસીજન ની જરૂરીયાત વહેલા તે પહેલાના ધોરણે પુરી પાડવામાં આવી રહેલ છે.

જય સોમનાથ ગૃપના સભ્યો તેમજ દાતાઓના આર્થિક સહયોગ થી ૨૭૫ જેટલા ઓકસીજનના બાટલાઓ થકી મહાસેવા કાર્ય હાથ ધરવામાં આવેલ છે.

અત્યાર સુધીમાં સોમનાથ ગૃપ થકી ૫૦૦ થી વધુ લોકો એ આ નિૅંશુલ્ક સેવાનો લાભ લીધેલ છે. તેમજ હોસ્પિટલમાં ૨૦ ઓકસીમીટર અને ઓકસીજન કીટો પણ મેડીકલ ટીમ માટે આપવામાં આવેલ છે.

રામ રહીમ ફાઉન્ડેશન થકી ૫૦ બોટલો ની વ્યવસ્થા હતી જેમાંથી ૩૫ બોટલો કોવીડ સેન્ટર ની સેવામાં આપી છે. તેમજ ૧૫ બોટલો જરૂરીયાત વાળા દર્દીઓને આપે છે. તેમજ

શહેરના દર્દીઓની ઇમરજન્સી પ્રાણવાયુની જરૂરીયાત ને પોહચી વળવા ઓકસીજન નાં ચાર ઇલેકટ્રોનિકસ ઉપકરણ દાતાઓના આર્થિક સહયોગ થી પ્રાપ્ત કરીને સેવા માટે આપે છે.

જય સોમનાથ ગૃપ નાં હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજય સામંડ, વનરાજભાઇ ધાધલ, મુકેશભાઇ શાહ, જયદીપભાઇ ખાચર, તેજાભાઇ ભરવાડ સહિતના તેમજ રામ રહીમના મોહસીનખાન પઠાણ સહિતનાં લોકો હાલના સમયમાં શકય તેટલા લોકોને પ્રાણવાયુ માટે મદદ કરી લોકોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

(11:36 am IST)