સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

લોધીકામાં મંજુર થયેલ કોવિડ સેન્ટર ઓકસીજન ન મળતા લોકોમાં રોષ

લોધીકા પંથકમાં જેટ ગતિએ આગળ ધપતો કોરોનાઃ તાલુકાભરમાં અનેકોના મોત થયાની ચર્ચાઃ હોસ્પીટલમાં અપુરતો સ્ટાફઃ વેકશીનની ધીમી ગતિઃ તાત્કાલીક ઓકસીજન મુકત કોવિડ સેન્ટર શરૂ કરવા લોકમાગણીઃ ગંભીર સ્થિતિ છતા ગરીબ વર્ગ રામભરોસેઃ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઇ ઘેટીયાની તંત્રને રજૂઆત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા.ર૮ : હાલ લોધીકા પંથકમાં કોરોના રોકેટ ગતિએ આગળ ધપી રહયો છે. ઘેર ઘેર માંદગીના બીછાના છે તાલુકાના છેલ્લા રપ દિવસો દરમિયાન અનેકના મોત થયાનું બહાર આવ્યું છે. અનેક લોકો ઓકસીજન મેળવવા દર દર ભટકી રહયા છે. ત્યારે આગેવાનોની રજુઆત તથા લોક માંગણીને ધ્યાને લઇ લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ર૦ બેડની સુવિધા ધરાવતી ઓકસીજન મુકત કોવિડ સેન્ટર મંજુર યેલ  પરંતુ ખાટલે મોટી ખોટની જેમ ઓકસીજનના અભાવે સેન્ટર શરૂ નહી થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે.

આ અંગે પુર્વ તાલુકા પં. પ્રમુખ વિનુભાઇ ઘેટીયાએ રજુઆતમાં જણાવ્યું છે કે લોધીકા સહિત તાલુકામાં હાલ વૈશ્વિક મહામારી કોરોના ઝડપથી પ્રસરી રહયો છે. સરકારી તેમજ પ્રાયવેટ દવાખાના દર્દીથીઉભરાય રહયા છે.ત્યારે છેલ્લા રપ દિવસ દરમિયાન કોરોનાચ જેવા લક્ષણો ધરાવતા અનેક લોકો મોતના મુખમાં ધકેલાય રહયાનું બહાર આવ્યું છે. અનેક લોકો હોસ્પિટલોમાં જગ્યા ન મળતા ઘેર જ સારવાર લઇ રહયા છે. ઓકસીજન માટે લોકો વલખા મારી રહયા છે. પૈસા ખર્ચવા છતા હોસ્પીટલમાં જગ્યા મળતી નથી. આવા સંજોગોમાં તાલુકા કક્ષાની એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ર૦ બેડની સુવિધા ધરાવતી કોવિડ સેન્ટર મંજુર થયેલ છે. પરંતુ ઓકસીજનના અભાવે તે શરૂ નહી થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. હાલ જયારે લોધીકા તાલુકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયા છે. ત્યારે તંત્ર દ્વારા તુરત નિર્ણય કરી આ સેન્ટર યુધના ધોરણે શરૂ થાય તે માટે જરુરી બન્યુ છે. વધુમાં લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાભરમાંથી દર્દીનો ઘસારો જોવા મળી રહયો છે. અહીં પણ પુરતો સ્ટાફ ન હોય તેમજ અપુરતી દવાને લઇ લોકો હેરાન થઇ રહેલ છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા લોધીકા તાલુકાની સ્થિતિ સુધરે તેવા ત્વરીત પગલા ભરવા પત્રના અંતમાં જણાવાયું છે.

(11:29 am IST)