સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th April 2021

માળિયા તાલુકામાં ડોકટરોની નિમણુક કરવા અને રેમડેસીવર ઇન્જેક્શન મામલે રજૂઆત

જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે રજૂઆત કરી

માળિયા તાલુકામાં કોરોના કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે માળિયા તાલુકામાં ડોક્ટરની જગ્યા ભરવા તેમજ ઇન્જેક્શન ફાળવણી કરાય તેવી માંગ કરાઈ છે
મોરબી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે માળિયા તાલુકાના સીએચસી કેન્દ્ર પર ડોક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી છે હાલ કોરોના મહામારીમાં માળિયા સીએચસી કેન્દ્ર પર ડોક્ટરની જગ્યા ભરવા તેમજ માળિયા તાલુકામાં આજદિન સુધી રેમડીસીવર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવેલ નથી ત્યારે માળિયા તાલુકાને ઇન્જેક્શન તાત્કાલિક ફાળવવા માંગ કરવામાં આવી છે

(11:15 pm IST)