સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

પાલીતાણામાં ધર્મભકિત અને કર્મશકિતનો સર્જાયો શુભગ સમન્વય

પૂ.ગુણોદયસાગરસુરીશ્વરજીની આજ્ઞાથી સાંદિપની વિદ્યા મંદિર - માનવડ દ્વારા અનાજકીટ વિતરણ

રાજકોટ : ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જૈનમહારાજ સાહેબ પૂ.ગુણોદયસાગરસૂરિસ્વરજી ના માર્ગદર્શન હેઠળ ની શૈક્ષણીક સંસ્થા સાંદિપની વિદ્યામંદિર -માનવડ પાલીતાણાના નેજા હેઠળ ધર્મશકિત અને કર્મશકિતનો શુભગ સમન્વય સર્જાયો છે. કોરોનાની મહામારીના કારણે સમગ્ર ભારત લોકડાઉનની સ્થિતિમાં છે તે સમયે સમાજના છેવાડાના માનવીની સ્થિતી કપરી થવા પામેલ છે અને રોજેરોજ કમાવવા વાળા પરિવારોની હાલત ખરાબ થાય તેવી સ્થિતિ છે તેમજ વિધવા, ત્યકતા, નિરાધાર, અશકતવૃદ્ધો સહિતના લોકો કોરોનાના કારણે સરકારના આદેશ અને સૂચનાનું પાલન કરવું પણ કાયદેસર અને ફરજીયાત છે. તે સમયે આવા પરિવારોને વહારે આવવાનું કાર્ય સામાજીક કાર્યકરો મનોજ ભાઈ મારૂ, વાસુદેવસિંહ ગોહિલ;લાલજીભાઈ જોગરાણાએ પોતાના મનમાં સમાજ ના આવા પરિવારો માટે કંઈક કરી છૂટવા પાલીતાણાની જૈન સંસ્થા ગુણોદયપુરમ ના પ.પૂ.મહારાજ સાહેબ ગુણોદયસગાર સુરીસ્વર જીના આશીર્વાદ થી પ.પૂ.પ્રિયંકલ મહારાજ સાહેબના સહયોગથી સમાજના અગાઉ જણાવેલ પરિવારો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ ની ૫૦૦ કિટ કે (જેમાં ૫ કિલો ઘઉં, ૫ કિલો ખીચડી , ૧ લીટર તેલ, ૧ કિલો મગ, ૨૫૦ગ્રામ મરચુ અને૧ કીલો મીઠું) આપવાનું આયોજન કરેલ છે. વધુ જરૂરીયાત જણાશે તો સમાજના શ્રેષ્ઠીઓ ના સહયોગથી આ કાર્ય અવિરત પણે કાર્યરત રહેશે. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(2:38 pm IST)