સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th March 2020

ચૈત્રી નવરાત્રીના તૃતિય અનુષ્ઠાન

આપણે જળ, જમીન, જંગલ બધુ જ પ્રદુષિત કરી દીધુ છે; હવે સંયમિત રહેવું જોઇએ : પૂ. મોરારીબાપુ

વેળાવદર તા. ૨૮ : ચૈત્રી નવરાત્રીના તૃતિય અનુષ્ઠાન દિને આપ સૌને જય સીયારામ. એક અનુભૂત સૂત્ર છે. માણસનું શરીર અસ્વસ્થ થાય તો તેની અસર મન પર થાય અને મનની અસર પણ શરીર પર થાય.સદગુરુ, બુધ્ધપુરુષને આવી અસરો થતી નથી. મન વિષાદગ્રસ્ત હોય તો શરીર પર પણ અસર હોયજ .ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુનવિષાદ યોગ અને અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ છે. હું તેને અર્જુન પ્રસાદ યોગ ગણું છું. પાંડવાના ધનંજય કૃષ્ણ કહે છે અર્જુન મારી વિભૂતિ છે,તે ઇષ્ટ છે. મને પ્રિય પણ છે. ૧૮૦૦૦ કોષ દૂર એક પર્વત, પર્વત પર એક મૃગ,તેનુ એક શીંગ અને તે શીંગ પર એક સળી અને તેના પર એક સરસવનો દાણો. અર્જુન આ દાણાને ભલે જોઈ ન શકે પણ તેની વીરતા,તેનુ વિરલ વ્યકિતત્વ તેને છેદી નાખે.તેને જો વિષાદ થતો હોય તો આપણે માણસ છીએ અર્જુન કહે જે પોતાનું શરીર ધ્રૂજે છે ધૂંધળું લાગે છે ,મન વિહ્વળ છે. તે હતી અર્જુનની સ્થિતિ.

વિશ્વમાં આજે વિષાદપૂર્ણ વાતાવરણ પેદા થયું છે. ત્યારેઙ્ગ આપણાં મન પર તેની અસર બહુ સ્વાભાવિક જ છે. મનને પ્રસાદની જરૂર પડે. ગરુડે રામકથા સાંભળી. પછી તે ભુષંડીજીને સાત પ્રશ્ન પૂછે છે. તેમાં એક પ્રશ્ન હોય છેઙ્ગ કે મને માનસિક રોગનો ઉપાય બતાવો!? વિષાદને પ્રસાદમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય 'રામ કૃપા નાસે સબ રોગોપરમ તત્વની કૃપાથી બધા રોગોનું શમન થાય છે.

'સદગુરૂ બૈધ બચન વિશ્વાસા,

સુજન પહે નવ વિષય તે આસા,

ઙ્ગરઘુપતિ ભકિત સજીવ મન મુઈ,

અનુપમ શ્રદ્ઘા મતી હોય.'

મન રોગથી મુકિત મળે તો આપોઆપ રોગ વિદાય લેશે. બુદ્ઘ પુરુષોનો સંસર્ગ (વૈધ) તેને મિટાવે, સંયમ બતાવે. ખુબ વિષયોની આશા છોડી દો, ઓછી કરો. આ મહામારીઓ વિષયની અધિક માત્રાના કારણે પણ આવી હોય !? જળ-જમીન, જંગલ, વાયુ,પૃથ્વી આપણું આકાશ બધુ પ્રદૂષિત થયું છે.ઙ્ગ તેને આપણે તેના જેવું રહેવા દીધું નથી. હવે સંયમિત રહેવું જોઈએ. પરમ તત્વની ભકિત ને વ્યકિત તરીકે આપણે ઓળખી શકતાં નથી. બાળક કયારેક સત્ય બોલી જાય છે પણ તેની ખબર નથી રહેતી.

સેવા, સુશ્રુષા ,ચિકિત્સા આ બધું ભજન છે. ગુણાતીત શ્રદ્ઘા અને ઔષધિ બંનેનો જો સંગમ હોય તો બીમારી જલ્દી જાય.વ્યથા માંથી સ્વસ્થતાઙ્ગ તરફ આગળ વધીએ. કેટલાંક લોકોને સુમતિ અને કુમતિની ખૂબ ભુખ હોય છે. 'ખતરા અભિષેકમ યાહુ પુત્રમ'.રોગ નષ્ટ થતાં ક્ષુધા જન્મે છે.તે નિર્મળતામાં સ્નાન કરે છે. આવી રીતે વિષાદને પ્રસાદમાં બદલી શકાય. જલ્દી આપણે તેને રોકી શકીએ.

નાનકડી કથા છે.ખેડૂત વાવણી કરતો હતો .કોઈએ આવીને તેને પૂછ્યું કે શું વાવે છે તો તેણે જવાબ આપવાની ના પાડી. પેલાએ કહ્યું બે-ત્રણ દિવસ પછી અંકુર ફૂટે ત્યારે જરૂર ખબર પડશે કે તે શું વાવ્યું છે ? પછી તો અબુધ ખેડૂત વાવણી કરતો નથી ,ઘેર પાછો જાય છે. બધાને પાક થાય છે પણ તેને કંઈ પાકતું નથી. આપણી વ્યાધિઓને પણ ઘણીવાર આપણે ઢબુરાયેલી રાખીએ છીએ.પછી ખુબ મોડું થઈ જાય છે.અંહમ, વિકૃતિઓને તોડીએ. વિષાદથી બહાર નીકળીએ. સર્વે સંતુ નિરામયા...

જય સીયારામ.

સંકલન : તખુભાઇ સાંડસુર

વેળાવદર, જી. ભાવનગર

(11:45 am IST)